મુખ્યમંત્રીની અનોખી પરિવાર ભાવના: PMAY લાભાર્થી પરિવારો સાથે દિવાળીનું પર્વ મનાવશે
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીના પર્વમાં અનોખી સંવેદનાસભર પરિવારભાવના વધુ એકવાર ઉજાગર કરી છે. ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી ર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિપાવલીના પર્વમાં અનોખી સંવેદનાસભર પરિવારભાવના વધુ એકવાર ઉજાગર કરી છે.

ઉમંગ અને ઉલ્લાસના અજવાળા પાથરતો દીપોત્સવનો આ તહેવાર તેઓ ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોતિકા ઘરમાં દિવાળી મનાવી રહેલા લાભાર્થી પરિવારો વચ્ચે રહીને, તેમની ખુશાલીમાં સહભાગી થઈને મનાવશે.ગાંધીનગરની આ નમોનારાયણ રેસીડન્સીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1208 આવાસોનું ફેબ્રુઆરી-2024માં લોકાર્પણ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને પોતીકું આવાસ છત્ર આપવા આ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે.આવી પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતોમાં વસવાટ કરતા પરિવારો સાથે મળીને સૌહાર્દભાવથી રંગેચંગે ઉત્સવો-તહેવારોની ઉજવણી કરતા હોય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા પરિવારોના સ્વજન તરીકે આ વર્ષની દિવાળીની ઉજવણી પી.એમ.એ.વાય. લાભાર્થીઓ સાથે કરવાનો સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવ્યો છે.

ગાંધીનગરના સરગાસણની પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહત “નમોનારાયણ રેસીડન્સી”ના પરિવારો સાથે દિવાળી ઉત્સવ ઉજવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 31 ઓક્ટોબરે સાંજે 7 કલાકે આ આવાસ યોજના વસાહતની મુલાકાતે જવાના છે.મુખ્યમંત્રી આ આવાસ વસાહતમાં દિપાવલી પર્વની ઉજવણીમાં પરિવારો સાથે સ્નેહમિલન દ્વારા નૂતન વર્ષ શુભેચ્છાઓ પણ પાઠવશે.મુખ્યમંત્રી ની પ્રેરણાથી મંત્રીમંડળના મંત્રી ઓ પણ રાજ્યના અન્ય શહેરો-ગામોમાં આવા પી.એમ.એ.વાય.ના લાભાર્થી પરિવારો સાથે દિપાવલી ઉત્સવમાં સહભાગી થવાના છે.

તદઅનુસાર, મંત્રી કનુ દેસાઈ વલસાડના ભાગડાવાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાના રંગપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રીશ્રી રાઘવજી પટેલ જામનગરના બેડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, બલવંતસિંહ રાજપૂત પાટણના સિદ્ધપુરમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુંવરજી બાવળિયા અમરેલીના બાબરા તાલુકામાં ખાખરીયા, કરીયાણા તથા કુવરગડમાં અને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી તાલુકાના નાના મચીયાળામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી મુળુ બેરા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સિહણ કાકભાઈમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુબેર ડીંડોર મહીસાગરના સંતરામપુર તાલુકાના બકટવાડામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ભાનુ બાબરિયા રાજકોટના વાવડીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી સર્વે હર્ષ સંઘવી સુરતના પાલનપોરમાં, મુકેશ પટેલ સુરતના વાંકલામાં તથા પ્રફુલ્લ પાનસેરિયા સુરતના નનસાડામાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના બોપલમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, મંત્રી બચુ ખાબડ દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી ભીખુસિંહ પરમાર અરવલ્લીના મોડાસા તાલુકાના ડવલીમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મંત્રી કુંવરજી હળપતી તાપીના વલોડ તાલુકાના કમાલછોડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વડોદરાના સેવાસીમાં પી.એમ.એ.વાય.(શહેરી)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડક વિજય પટેલ ડાંગના સુબીર તાલુકાના નટકિયા હનવંતમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે, નાયબ મુખ્ય દંડક રમણસિંહ સોલંકી આણંદના જોલ અને ગનામાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે અને નાયબ મુખ્ય દંડક જગદીશમકવાણા સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ભડિયાડમાં પી.એમ.એ.વાય.(ગ્રામ્ય)ના લાભાર્થીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande