રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજભવન પરિસરમાં રાજ્
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ રાજભવન પરિવારને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે હંમેશા સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓએ દેશવાસીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા ને કાર્યોનો સંદેશ ફેલાવવાના સંનિષ્ઠ પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande