ગીર સોમનાથ વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ  ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે સંવાદ સાધ્યો
સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ, જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે ખેડૂતો, આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીએ શાંતિપૂર્વક
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં ઈણાજ ખાતે


સોમનાથ,30 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ, જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ ગીર રક્ષિત વિસ્તારના ઇકોસેન્સેટીવ ઝોનના પ્રાથમિક જાહેરનામા અંગે ખેડૂતો, આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીએ શાંતિપૂર્વક ગ્રામજનોની રજૂઆતો તેમજ પ્રશ્નો સાંભળ્યા હતાં અને વન વિભાગ, પીજીવીસીએલ, સિંચાઈવિભાગ સહિતના સંલગ્ન વિભાગોને સુનિયોજિત રીતે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા નિર્દેશ આપ્યા હતાં.

મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પ્રજાલક્ષી કાર્યો જ કરતી આવી છે. 2016થી લઈને 2024 સુધીમાં ઈકોસેન્સેટિવ ઝોનમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈકો સેન્સેટિવ ઝોન અંગે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અનુસાર જ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મંત્રીએ ગ્રામ્યલેવલે આવતી મુશ્કેલીઓ, સેટલમેન્ટની મુશ્કેલીઓ, વનવિભાગની જમીન વિશેના પ્રશ્નો, ખેતીલક્ષી કામમાં ખેડૂતોને પડતી અગવડતાઓ વગેરે મુદ્દાઓ વિશે પીજીવીસીએલ, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગને પરસ્પર સંકલનથી સુનિયોજીત રીતે પ્રશ્નોના ઉકેલ આવે એ દિશામાં હકારાત્મક વલણ રાખી કામ કરવા માટે સૂચનો કર્યા હતાં.વધુમાં મંત્રીએ ઈકો સેન્સેટિવ ઝોન પરત્વેના જાહેરનામામાં અડચણરૂપ બાબતો, વાંધા અને રજૂઆતો ઓનલાઈન સૂચનો કરવા ખેડૂતો અને ગ્રામજનોને જણાવ્યું હતું.

સાંસદ રાજેશ ચુડાસમાએ પીજીવીસીએલના નિયમોનુસાર વીજ કનેક્શન મળવા અંગે, વનવિભાગના જૂના કાયદાઓ, પડતર જગ્યાઓની સામાજિક વનીકરણને સોંપણી, પાણીની સમસ્યાઓ તેમજ કાયદામાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વગેરે વિશે ચર્ચા કરી હતી.ગ્રામજનોએ ઈકોઝોનનો કાયદો શા માટે? ઈકોઝોનની જરૂરિયાત શી છે? ઈકો ઝોનમાં રોડ-રસ્તા, જંગલ વિસ્તારમાં વૃક્ષારોપણ અને તેનું જતન, સિંહોને મુક્તમને વિચરી શકે તે માટેની જગ્યા, વાણિજ્યિક હેતુસર વાહનોની અવર-જવર, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની મરામત વગેરે વિશે પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડન પી.સી.વાસ્તવે ખેડૂતોના એફ.સી.એ અંગેના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ વિશે વનવિભાગના અધિકારીઓને ત્વરીત નિરાકરણ આવે એ રીતે કામ કરવા સૂચનાઓ આપી હતી.

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એકમાત્ર ગીરમાં જ એવું જોવા મળે છે કે જ્યાં સિંહો અને મનુષ્યનું સાયુજ્ય સધાયું છે. અહીં મનુષ્ય અને સિંહનું સહજીવન એવી રીતે કેળવાયું છે કે એકમેકમાં ભળી ગયાં છે. આપણી પાસે જે છે એ સચવાઈ રહે અને આપણે આવતી પેઢીને કશુંક ઉત્તમ આપી શકીએ એ દિશામાં આ પ્રયાસ છે. ઉપરાંત ઉપસ્થિત સર્વેને અફવાઓ પરત્વે ધ્યાન ન આપી સાચી હકિકતથી વાકેફ થવા માટે અપીલ કરી હતી.

ડી.સી.એફ મોહન રામે પ્રેઝન્ટેશન દ્વારા ઈકો સેન્સેટિવ ઝોનનો પરિચય, ડ્રાફ્ટ નોટિફિકેશન, પ્રાથમિક જાહેરનામા મુજબ ઈકો સેન્સેટિવ ઝોન માટેના પરિબળો, વિસ્તારનું વિભાજન, મારણ ડેટા, રેડિયો કોલર ડેટા, જંગલની જમીન, સિંહ વસ્તી અંદાજ ડેટા, લેન્ડ કોરિડોર, 17 નદીઓમાં સિંહોની હિલચાલની પેટર્નના આધારે રીપરાઈન કોરિડોર, 3 જિલ્લાના 11 તાલુકાના 196 ગામ, પાંચ મુખ્ય નદી, 12 ઉપનદી, 4 લેન્ડ કોરિડોર, કોરિડોરનો કુલ વિસ્તાર, 196 ગામનો રેવન્યૂ વિસ્તાર અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ ઉપરાંત પહેલાના જાહેરનામા સાથે વર્તમાન જાહેરનામાની સરખામણી, અંતર પ્રમાણે આવતા ગામોનું વર્ગીકરણ અને વિસ્તાર, ઈકો સેન્સેટિવ ઝોનમાં વરસાદી પાણીનો સંગ્રહ, ઓર્ગેનિક ફાર્મિંગ, અને એગ્રીકલ્ચરલ ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ, કુટિર ઉદ્યોગોની સ્થાપના, એગ્રો ફોરેસ્ટ્રી, ઈકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશન, હર્બલ અને બાગાયતી પાકનું વાવેતર સહિતની પ્રમોટેડ પ્રવૃત્તિઓ અને હોમ સ્ટે, હોટલ અને રિસોર્ટની વાણિજ્યિક હેતુ માટે સ્થાપના, વાણિજ્ય બાંધકામની પ્રવૃત્તિઓ, નાના બિનપ્રદુષિત ઉદ્યોગોનું લાગુ કાયદા મુજબ નિયમન તેમજ નાગરિક સુવિધા હેતુથી ઉભી કરવામાં આતી સુવિધાઓ જેવી કે, કૂવો, બોરવેલ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ઈકો ટૂરિઝમ, વન પેદાશોનો સંગ્રહ સહિત પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની સ્થાપના, ઈંટ-ભટ્ઠીની સ્થાપના, વૃક્ષો કાપવા સહિતની રેગ્યુલેટેડ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃતપૂર્વક ઉપસ્થિત સર્વેને સમજણ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande