વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની ભવ્ય ઉજવણી
વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામક, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્
Grand celebration of Ninth National Ayurveda Day by Ayurveda Branch of Vadodara Zilla Panchayat


વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામક, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2024ની ઉજવણી “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) થીમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મશાલ રેલી અને ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આયુષનો પ્રચાર જનસંદેશ,જનભાગીદારી તથા જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તેને માટે સમગ્ર ટીમ આયુષ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન

કરવામાં આવ્યું હતું.

શહેરના કમાટીબાગ ખાતેથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ મશાલ અને આયુષ ધ્વજ સાથે વિશાળ મશાલ રેલી યોજાઈ હતી જેમાં આયુર્વેદ સાંસદ ડો.હેમાંગ જોષી, ડે. મેયર, ડે.મ્યુનિસિપાલ કમિશનર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, કોર્પોરેટરઓ તથા સ્પોટર્સ ક્ષેત્રના સેલીબ્રીટીઓ જેવા કે મયુર સિંહજી ( ઇન્ટરનેશનલ બોક્સીંગ પ્લેયર) તથા રોનિત જોષી (યુની સાયકલ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર) સહિતના મહાનુભાવો જોડાયા હતા.સાંસદએ વડોદરા વાસીઓને આયુર્વેદ પધ્ધતિ અપનાવી સ્વાસ્થ્ય જાળવા અનુરોધ કર્યો હતો.

ધનતેરસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ આયુષ દવાખાનાઓમાં ધન્વન્તરી પૂજન તથા સરકારી આયુર્વેદ દવાખાનું, રાવપુરા વડોદરા ખાતે જિલ્લા કક્ષાનું મહા ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, તેમજ જિલ્લા પંચાયત વડોદરાના અધિકારીઓએ ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞમાં સહભાગી થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande