CGST દ્વારા વડોદરા,હાલોલ,ભરૂચ અને અંકલેશ્વર ખાતે કરદાતાઓ માટે ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન
- તકેદારી સપ્તાહની ઉજવણી નિમિત્તે 4 નવેમ્બરે યોજાનાર શિબિરનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા સત્યનિષ્ઠાની કાર્ય સંસ્કૃતિ થકી રાષ્ટ્રની સમૃદ્ધિની થીમ સાથે 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર દરમિયાન તકે
CGST દ્વારા વડોદરા,હાલોલ,ભરૂચ અને અંકલેશ્વર ખાતે કરદાતાઓ માટે ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન


- તકેદારી સપ્તાહની ઉજવણી નિમિત્તે 4 નવેમ્બરે યોજાનાર શિબિરનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ

વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા સત્યનિષ્ઠાની કાર્ય સંસ્કૃતિ થકી રાષ્ટ્રની સમૃદ્ધિની થીમ સાથે 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે CGST કમિશનરની કચેરી, વડોદરા દ્વારા 4 નવેમ્બરના રોજ સવારે 11 કલાકથી બપોરના 1.30 કલાક સુધી વડોદરા, હાલોલ, ભરૂચ અને અંકલેશ્વર કચેરી ખાતે કરદાતાઓ માટે ફરિયાદ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે કમિશનરની કચેરી, CGST અને CE, વડોદરા-II GST ભવન, સુભાનપુરા, વડોદરા,મદદનીશ કમિશનરનીકચેરી, વિભાગ I, II અને III, CGST હાલોલ. પ્લોટ નં. 622, સામે. શૈલી એન્જીનીયરીંગ, જીઆઈડીસી, હાલોલ, મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ VI અને VII, CGST ભવન, B/h અમીધારા ટાઉનશીપ, સામે. ગુજરાત ગેસ કંપની, કણબીવગા, ભરૂચ, મદદનીશ કમિશનરની કચેરી, વિભાગ VIII/IX/X/XI, સેન્ટ્રલ GST, C/4/9,રોશન સિનેમા પાસે. સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝ રોડ, અંકલેશ્વર ખાતે ફરિયાદ નિવારણ શિબિર યોજાશે.જેનો લાભ લેવા કરદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande