વડોદરા/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 31 ઓકટોમ્બરના દિવસને “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે.આ પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે શપથ લીધા હતા.
વડોદરા કલેકટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં કલેકટર બીજલ શાહ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ સહિત કચેરીના સૌ અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સહિત તમામ શાખાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મયોગીઓ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ