વલસાડ જિલ્લામાં દિવાળીને અનુલક્ષીને  16 નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું
વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.) વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ હોય આ દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પી.શાહે ગુજરાત પોલીસ અધિનિયમ (સને – 1951)ની કલમ -37(1)થી
વલસાડ જિલ્લામાં દિવાળીને અનુલક્ષીને  16 નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું


વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.) વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ હોય આ દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને ઈન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પી.શાહે ગુજરાત પોલીસ અધિનિયમ (સને – 1951)ની કલમ -37(1)થી મળેલી સત્તાની રૂએ 16 નવેમ્બર 2024 સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા અનુસાર શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવાની, સ્ફોટક પદાર્થ લઈ જવાની, કોઈપણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજી કોઈપણ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાના કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈ જવાની ફરજ હોય કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઈપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોઈ તેવી વ્યક્તિ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યક્તિ અને સરકારશ્રી દ્વારા આયોજિત કાર્યક્રમો તથા અભિયાનને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને 1951ના ગુજરાત પોલીસ અધિનિયમ (સને-1951ના 22માં)ના કાયદાની કલમ-135(1) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande