વલસાડ, 30 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ “જિલ્લા સ્વાગત”, તાલુકા સ્વાગત” કાર્યક્રમ ચાલુ કર્યો છે. માહે- નવેમ્બર - 2024 માસના સ્વાગત કાર્યક્રમ હેઠળ અરજીઓ મંગાવવામાં આવી છે. સપ્ટેમ્બર - 2024 માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ .27 નવેમ્બર બુધવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 28 નવેમ્બરે ગુરૂવારનાં રોજ યોજાશે.
આ કાર્યક્રમમાં રજૂઆત કરવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્નો,રજૂઆતોનાં નિકાલ માટેની વિગતવાર અરજી, જરૂરી આધાર પુરાવાઓ સહિત અરજીઓ 'મારી અરજી તાલુકા સ્વાગત,જિલ્લા સ્વાગતમાં લેવી' તેવા મથાળા હેઠળ 10 નવેમ્બર સુધીમાં બિનચુક રજુ કરવા વિનંતી છે. ઉપરોક્ત અરજીઓ પૈકી તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર ગ્રામ,તાલુકાની અરજીનો તાલુકા સ્વાગત કાર્યક્રમ 27 નવેમ્બર બુધવારે જે-તે તાલુકાની મામલતદાર કચેરીમાં સવારે 11:00 કલાકે યોજાશે, જેથી અરજી કરનાર અરજદારોને જે-તે મામલતદાર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે. ઉપરોક્ત અરજીઓ પૈકી જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ 28 નવેમ્બરને ગુરૂવારે કલેકટર કચેરી, વલસાડનાં સભાખંડમાં સવારે 11:00 કલાકે યોજાશે. આ કામે જે તે અરજદારોને કલેકટર કચેરી દ્વારા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવાની જાણ કરવામાં આવશે. તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી રજૂઆત કરવાની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે