નવરાત્રિમાં આપણા સમાજની મા,બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય છે- અનુપમ સ્વરૂપ સ્વામી
- નવરાત્રિ નહીં, લવરાત્રિ, વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરમાં ફરી એકવાર સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ વિવાદમાં સપડાયા છે.વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં સપડાયું છે. એક તરફ મા આધ્યશક્તિની આ
નવરાત્રિમાં આપણા સમાજની મા,બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય છે- અનુપમ સ્વરૂપ સ્વામી


- નવરાત્રિ નહીં, લવરાત્રિ, વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો

અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) અમદાવાદ શહેરમાં ફરી એકવાર સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ વિવાદમાં સપડાયા છે.વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં સપડાયું છે. એક તરફ મા આધ્યશક્તિની આરાધનાનું પ્રતિક એવી નવરાત્રિ ચાલી રહી છે તેવામાં અમદાવાદના વસ્ત્રાલ ગુરુકુળમાં સેવા આપતા અનુપમ સ્વામીનો વિડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નવરાત્રિને “લવ રાત્રિ” તરીકે ઉચ્ચારણ કરતા તેમનો વિડીયો વાયરલ થયો છે.

નવરાત્રિના ત્રીજા નોરતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કરતા ગુજરાતમાં ફરીથી સ્વામિનારાયણ અને સનાતનની અમને સામનેની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ પર બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે, જેમાં તેણે જણાવ્યું હતું કે આ નવરાત્રિ નહીં, પણ લવરાત્રિ છે. માતાજીની પૂજા નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. નવ દિવસનો નાઈટ ફેશન શો છે

તેણે જણાવ્યું હતું કે જો ભાઈ આ વાત એવી છે ને કે પોતાના હોય તેને જ કહેવાય. બહુ નેગેટિવમાં જીવવું એ મારો સ્વભાવ નથી. આ તે કેવી લાચારી. નવરાત્રિ કે પછી લવરાત્રિ. હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે. એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે. ખેતરમાં ઘાસના પૂળાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય. ધૂળથી અગ્નિને સમાવવા માટે પણ ન દોડે, કારણ કે એ તો નકામું છે, પરંતુ જેટલા પૂળા હોય એને ખેંચીને દૂર ફેંકી દેવાય. જેટલા પૂળાને ફેંકી દે એટલે એટલા પૂળા બચી જાય.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande