પ્રસૂતા મહિલાના મોત બાદ આજે તુરખેડામાં પહેલી વખત 108 પહોંચી, કાચા અન પથરાળ રસ્તા પર એમ્બ્યુલન્સ ફસાઈ જતાં સ્થાનિક લોકોએ ધક્કા મારી ટેકરા ચઢાવ્યા
છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટા ઉદેપુર જીલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓકટોબરના રોજ પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને લઈ જતા રસ્તામાં મોત થયાની ઘટના બાદ આજે ફરીથી એક સગર્ભા મહિલાને લેવા માટે પહેલી વખત એમ્બ્યુલન્સ પહોંચી હતી જ્યાં ફસાઈ જાત સ્થાનિક લોકોએ
ફસાઈ


ફસાઈ


છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટા ઉદેપુર જીલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓકટોબરના રોજ પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને લઈ જતા રસ્તામાં મોત થયાની ઘટના બાદ આજે ફરીથી એક સગર્ભા મહિલાને લેવા માટે પહેલી વખત એમ્બ્યુલન્સ પહોંચી હતી જ્યાં ફસાઈ જાત સ્થાનિક લોકોએ ધક્કા મારીને ટેકરા ચઢાવી રવાના કરવામાં આવી હતી, અને રસ્તામાં 108 માં જ મહિલાને પ્રસુતિ થઈ જતા દીકરીને જન્મ આપ્યો હતો.

છોટા ઉદેપુર જીલ્લાના તુરખેડાના બસ્કરિયા ફળિયાની એક પ્રસૂતાને 1 ઓકટોબરના રોજ પ્રસુતિની પીડા ઉપડતાં મળસ્કે લગભગ 4 વાગ્યે ઝોળીમાં નાખીને ઉંચકીને પાંચ કિલોમીટર લઈ જતા રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ હતી, અને બાળકીને જન્મ આપ્યો હતો પરંતુ માતાનું મોત નિપજ્યું હતું, આ ઘટનાં મીડિયામાં ચમકતા હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો, અને સરકારે તાત્કાલિક રૂ.18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર કરી દિધો હતો.

ત્યારે આજે ફરીથી તુરખેડાના બસ્કરિયા ફળિયાની એક સગર્ભા મહિલા સવિતા અરવિંદભાઈ નાયકને પ્રસુતિની પીડા ઉપડતાં બપોરના સમયે ઝોળીમાં નાખીને ઉંચકીને ગામની બહાર આવેલ મંદિરે લાવીને 108 ને ફોન કરતા પહેલી વખત તુરખેડા ખાતે 108 પહોંચી હતી અને સગર્ભા મહિલાને લઇને જતા રસ્તામાં કાચા અને પથરાળ રસ્તા પર એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિક લોકોએ ધક્કા મારીને ટેકરા ચઢાવીને રવાના કરી હતી. પરંતુ મહિલાને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતી વખતે તુરખેડાથી લગભગ 10 કિલોમીટર દૂર 108 માં દુખાવો થતા ઇ.એમ.ટી.જગદીશ પરમારે પાઇલોટ ચંદ્રસિંહ રાઠવાની મદદથી રસ્તામાં પ્રસુતિ કરાવતા દીકરીને જન્મ આપ્યો હતો. અને આ વખતે 108 ગામના મંદિર સુધી પહોંચતા મહિલાને સમયસર પ્રાથમિક સુવિધા મળી રહેતા 108 માં પ્રસુતિ થતા માતા અને દીકરી બંનેનો આબાદ બચાવ થયો હતો.

ઉલ્લેખનીય બાબત એ છે કે તુરખેડા ખાતેનો રસ્તો ખૂબ જ ખરાબ,ડુંગરાળ અને પથરાળ છે જેના કારણે કોઈપણ વાહનના ટાયર આ પથરાળ રસ્તા પર સ્લીપ થાય છે અને તેને કારણે ફસાય જાય છે. પરંતુ પહેલી વખત 108 આવતા ગ્રામજનો માં ખુશી જોવા મળી રહી છે.

છોટા ઉદેપુર જીલ્લામાં વર્ષ 2008 થી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો,અને જીલ્લામાં અત્યારે 17 એમ્બ્યુલન્સ સેવામાં છે અને આ 108 માં કુલ 81 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. જીલ્લામાં લગભગ બધા જ ગામોમાં 108 પહોંચે છે, ફકત ચોમાસામાં જ નદી નાળા અને કાચા રસ્તાને કારણે તકલીફ પડે છે.બાકી બધે 108 પહોંચે છે.મોહમ્મદ હનીફ બલુચી, 108 એક્ઝિક્યુટિવ, છોટા ઉદેપુર

તુરખેડા ખાતે આજે પ્રસૂતા મહિલાને લેવા માટે 108 પહોંચી હતી. ત્યારે અગાઉથી સર્વે કરવા ગયેલી કડીપાણી આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં પ્રસૂતા મહિલાને બેસાડી હતી, પરંતુ ગણતરીની મિનિટોમાં 108 પણ પહોંચી જતા 108 ના કર્મચારીઓએ પ્રસૂતા મહિલાને તેમની ગાડીમાં લઈ લીધી હતી નીકળી ગયા હતા. પાછળ એમ્બ્યુલન્સ પણ નીકળી હતી. ત્યારે રસ્તામાં જ્યાં ખૂબ જ ખરાબ રસ્તો હતો ત્યાં 108 નીકળી ગઈ હતી જ્યારે એમ્બ્યુલન્સ ફસાઈ જતાં સ્થાનિક લોકોએ ધક્કો મારીને આગળ રવાના કરી હતી. અને 108 લગભગ મોટી ચીખલીની આસપાસ પહોંચતા જ મહિલાને પ્રસુતિ થઈ હતી જેમાં દીકરીનો જન્મ થયો હતો.

મહત્વની વાત એ છે તુરખેડા ખાતે 108 પહોંચતા પ્રસૂતા મહિલાને સમયસર સારવાર મળી અને તેના કારણે મહિલાનો અને નવજાત બાળકીનો જીવ બચ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande