ઉમરપાડાના 1000 આદિવાસી પરિવાર કિચન ગાર્ડન થકી પાંચ કરોડથી વધુની વાર્ષિક બચત કરશે
સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપના સામાજિક પ્રવૃતિ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદ
સુરત


સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપના સામાજિક પ્રવૃતિ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી, રોજગાર, આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેકટ ચલાવી રહી છે. એ સંદર્ભે જ વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલર વોટર પંપ, પશુધન માટે તાલુકાનું પ્રથમ સાઇલેજ મશીન, મહિલાઓ ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવે, ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતરનું વિતરણ, વાંસ કલાકાર કોટવાળિયા સમુદાયને પગભર કરવાના ઉપાય, શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્ર શિબિર અને સારવાર જેવી અનેકવિધ પ્રવૃતિ કરી રહ્યા છે.

ઉમરપાડા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત જાગૃતિ અને ખેત સુધાર તાલીમના અનેક કાર્યક્રમનું આયોજન થતાં રહે છે. ખેડૂતને સુધારેલી જાતના બિયારણનું નિઃશુલ્ક વિતરણ થવાથી ખેડૂતને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે. અદાણી ફાઉન્ડેશનની કિચન ગાર્ડનની પહેલ થકી ઉમરપાડા

તાલુકાના 1000 પરિવારના વાડા અથવા આંગણામાં ઓર્ગેનિક શાકભાજી ઊગતી થઈ છે જે પોતાના ઉપયોગમાં લઈ રહી છે. એક અંદાજ મુજબ એક પરિવાર રોજ 80 રૂપિયા તાજા શાકભાજી માટે ખર્ચ કરતું એ હવે બંધ થતાં સમગ્ર તાલુકામાં સાડા પાંચ કરોડથી વધુની બચત બહેનો

પોતાના કિચન ગાર્ડન થકી કરશે એવો અંદાજ છે.

ઉમરપાડા તાલુકામાં ખેતી વરસાદ આધારિત છે. ખેતી માટે સિંચાઇ વ્યવસ્થા માટે અદાણી ફાઉન્ડેશનએ બોરવેલ અને મોટરની વ્યવસ્થા કરી આપતા ધાણાવડ ગામના વીસ ખેડૂતની આવક હવે પાંચ ગણી થવાનો અંદાજ છે. તાજેતરમાં જ બોરવેલ ઉપર લાગેલી મોટરને સૌર ઉર્જા

સંચાલિત પંપ સાથે જોડી દેવામાં આવી છે. એથી સિંચાઇ ખર્ચ પણ ઘટી જશે. આવા અનેક પ્રકારના ખેડૂતો માટે અને ખેત પેદાશની ગુણવત્તા સુધાર માટે ઉમરપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે.

પશુપાલન એ ઉમરપાડા વિસ્તારમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુઓનો ચારો વધુ સારો થાય અને પશુ વધુ દૂધ આપે એ માટે સાઇલેજ મશીન તાજેતરમાં જ ભાવેશ ડોંડા (AGM - કોર્પોરેટ અફેર્સ હજીરા અને દહેજ) અને શીતલ પટેલ (યુનિટ હેડ CSR) અને ગ્રામજનોની હાજરીમાં સ્વસહાય

જૂથની મહિલાના સમૂહને અર્પણ કર્યું હતું. ઘાસચારા માટેનું આ પ્રકારનું આ પ્રથમ મશીન ઉમરપાડા તાલુકામાં આવ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું હતું.

સમગ્ર ઉમરપાડા તાલુકામાં વસતા કોટવાળિયા સમુદાય માટે વાંસના કારીગરોને તેમની હસ્તકલાને ટેકો આપવા માટે સાધનો અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો કારીગરોને ડિઝાઈનમાં નવીનતા લાવવા, પ્રોડક્ટ ફિનિશિંગમાં સુધારો કરવા અને પોલિશિંગ

તકનીકોને વધારવા માટે સક્ષમ બનાવશે. અમદાવાદ, સુરત, સાપુતારા જેવા સ્થળો યોજાયેલા મેળામાં આ સમુદાયની બહેનોને ભાગ લેવડાવતા એમને 50 હજાર જેટલી આવક થઈ હતી. સરકારની વિવિધ યોજના પણ આ પરિવારોને મળે એ માટેની વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશનએ કરી

છે.

ઉમરપાડા તાલુકા માં એપ્રિલ 2024 થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ સાથે મળી ને કુપોષણ ના પ્રમાણ ને ઘટાડવા માટે ના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રોજેકટ હેઠળ તાલુકાની દરેક આંગણવાડી સાથે એક સુપોષણ સંગીની

કાર્યરત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande