સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ
સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મુકેશ દલાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. કમિટીના સહઅધ્યક્ષ સાંસદ પ્રભુ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાં
સુરત


સુરત, 21 ડિસેમ્બર (હિ.સ.) સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મુકેશ દલાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. કમિટીના સહઅધ્યક્ષ સાંસદ પ્રભુ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સાંસદ મુકેશ દલાલે સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

સાંસદ પ્રભુ વસાવાએ વિકાસકામોના સુદ્રઢ અમલીકરણ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું જણાવીને જન પ્રતિનિધિઓઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીઓ પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાએ નિવારણ લાવે તેમજ પ્રગતિ હેઠળના કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. વસાવાએ સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જનજન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચન સહ માર્ગદર્શન કર્યું હતું.

દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, સુરત સ્માર્ટ સિટી, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામીણ કૌશલ્ય યોજના, ઈ-શ્રમ, જળસંચય યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ બેઠકનું સંચાલન કર્યું હતું, જે સંદર્ભે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી.બેઠકમાં ધારાસભ્ય મોહન ઢોડિયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, તા. પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande