પાટણમાં વ્યાજની ઉઘરાણી કરનારાઓએ ઘરમાં ઘૂસી મહિલા અને તેના પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ
પાટણ,07 ઓકટોબર (હિ.સ.) પાટણ શહેરની સત્યમ નગર સોસાયટીમાં રહેતા જલ્પા અનિલ કુમાર પરમારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિને મકાનનું કામ ચાલતું હોવાથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતા 4.50 લાખ 4% વ્યાજ લેખે શશીકાંત વિનુ શાહ નામના તેમની જ
પાટણમાં વ્યાજની ઉઘરાણી કરનારાઓએ ઘરમાં ઘૂસી મહિલા અને તેના પુત્રને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ


પાટણ,07 ઓકટોબર (હિ.સ.) પાટણ શહેરની સત્યમ નગર સોસાયટીમાં રહેતા જલ્પા અનિલ કુમાર પરમારે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના પતિને મકાનનું કામ ચાલતું હોવાથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતા 4.50 લાખ 4% વ્યાજ લેખે શશીકાંત વિનુ શાહ નામના તેમની જ સોસાયટીમાં રહેતા વ્યક્તિ જોડેથી લીધા હતા. આ રૂપિયા તેઓએ એક વર્ષ અગાઉ પાછા આપી દીધા હોવા છતાં શશીકાંત વિનુ શાહ દ્વારા હજુ મારે અઢી લાખ રૂપિયા લેવાના બાકી છે તેવું ઉઘરાણું કાઢીને ધમકીઓ આપવાની ચાલુ કરી હતી અને આખરમાં જલ્પાબેનના ઘરે જઈને રૂપિયાની ઉઘરાણી કરી તેમના દીકરાનું ગળુ દબાવી લાખોણીયા ભર્યા હતા. જેને છોડાવવા જલ્પાબેન વચ્ચે પડતા જલ્પાબેનને પણ લખુણિયા ભર્યા હતા, જે બાદ ધમકીઓ આપીને શશીકાંત વિનુભાઈ શાહ અને વિનુ હરિભાઈ પરમાર જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલા અને તેમના પુત્ર એ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા શહેર બી ડિવિઝન પોલીસે શશીકાંત વિનુભાઈ શાહ અને વિનુ હરિભાઈ પરમાર બંને રહે સત્યમ નગર સોસાયટી ચાણસ્મા હાઇવે પાટણ વાળા વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande