સિદ્ધપુર ના ખોલવાડા ગામે દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો
પાટણ,21 ડિસેમ્બર (હિ.સ.) અમેરિકાની ઓવરસીઝ કો.ઓપરેટીવ ડેવલપમેન્ટ કાઉન્સિલ (OCDC) દ્વારા અશોકચૌધરીને પ્રથમ ઈન્ટરનેશનલ કો. ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત કરવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિધ્ધપુર તાલુકાના ખોલ
સિદ્ધપુર ના ખોલવાડા ગામે દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો


સિદ્ધપુર ના ખોલવાડા ગામે દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો


સિદ્ધપુર ના ખોલવાડા ગામે દૂધ સાગર ડેરીના ચેરમેનનો સન્માન સમારોહ યોજાયો


પાટણ,21 ડિસેમ્બર (હિ.સ.) અમેરિકાની ઓવરસીઝ કો.ઓપરેટીવ ડેવલપમેન્ટ કાઉન્સિલ (OCDC) દ્વારા અશોકચૌધરીને પ્રથમ ઈન્ટરનેશનલ કો. ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત કરવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામે આજરોજ દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કો. ઓપરેટીવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કો.ઓપરેટીવ ડેવલપમેન્ટ કાઉન્સિલ (OCDC) દ્વારા સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે પ્રથમ ઈન્ટરનેશનલ કો. ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. જેની ખુશીમાં ખોલવાડા ગામ દૂધ સહકારી ઉત્પાદક મંડળી દ્વારા ચેરમેન અશોક ચૌધરીના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતના હસ્તે અશોક ચૌધરીને એવોર્ડ અર્પણ કરાયો હતો.

દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ડેરીની પાંચ લાખ મહિલા દૂધ ઉત્પાદકોને આ એવોર્ડ અર્પણ કરતાં ખુશી સાથે જણાવ્યું કે, આ સન્માનના સાચા અધિકારી લાખો પશુપાલકો છે, જેમણે અમારામાં મૂકેલા વિશ્વાસથી આવું સન્માન મળ્યું છે. ઘરના લોકોનો વિશ્વાસ અને સન્માન કામ કરવાની શકિત અને પ્રેરણા આપે છે, એમ જણાવતાં તેમણે દૂધ સાગર ડેરીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા સૌનો સાથ સહકાર માગ્યો હતો. તેમજ તેમના સન્માન બદલ સૌનો આભાર પ્રગટ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande