પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) પોરબંદર ની સુપ્રસિદ્ધ સમુદ્ર કિનારે આવેલી લોર્ડ્સ હોટેલ ના કોન્ફરન્સ હોલ માં “એશિયન ફૂટબોલ કાઉન્સિલ”, ફુટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત રાજ્ય ફુટબોલ એસોસિયેશન, પોરબંદર જિલ્લા ફુટબોલ એસોસિયેશન અને પોરબંદર છાંયા નગરપાલિકા ના સહયોગ થી ‘ભારત નું પેહલું “ બીચ સોકર લેવલ -01 કોચ સેમિનાર ‘ નું આયોજન કર્યું હતું. આ સેમિનાર ના ઉદ્ઘાટન પ્રસંગે અર્જુન મોઢવાડિયા, પોરબંદર છાંયા નગરપાલિકા પ્રમુખ ચેતના તિવારી, ના ગુજરાત ફુટબોલ એસોના સેક્રેટરી મુળરાજ સિંહ ચૂડાસમા, બીજેપી અગ્રણી વિક્રમ ઓડેદરા હાજર રહ્યાં હતાં, અને આ સેમિનાર મા ભાગ લેનાર સૌ બહાર થી પધેરાલા કોચ ને પોરબંદર ની યાદી સ્વરૂપે 'મહાત્મા ગાંધી ની આત્મકથા, રેટીઓ, અને ખાદી નું વસ્ત્ર “યાદી સ્વરૂપે પોરબંદર જિલ્લા ફુટબોલ એસોસિયેશન દ્રારા આપવામાં આવેલું છે. 06 થી 16 ઓક્ટોબર 2024સુધી સવારે સમુદ્ર કિનારે ચોપાટી પર બીચ ફુટબોલ રમાડી ને કોચ ને પરીક્ષણ આપવામાં આવશે અને ત્યાર બાદ લોડર્ડ્સ હોટેલ ના કોન્ફરન્સ હોલ માં નિયમો નું જ્ઞાન આપવામાં આવશે. પોરબંદર ના સમુદ્ર કિનારે જો આ પ્રકાર ની બીચ ફુટબોલ ની પ્રવૃત્તિ કાયમ માટે શરું કરવાની મંજૂરી પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા આપવામાં આવે અને આ સમુદ્ર કિનારે મેદાન બનાવી ને સફાઈ સાચવવા મા આવે તો પોરબંદરના યુવાનો ને ખુબ ફાયદો થાય અને ભવિષ્યના સમય મા અહિયાં ભારત ભર ના ફુટબોલ ખેલાડી ટુર્નામેન્ટ રમવા આવી શકે છે. ગુજરાત ફુટબોલ એસોના સેક્રેટરી મુળરાજસિંહ ચૂડાસમા એ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ગુજરાત ઉપરાંત તાલીલનાડુ, ગોવા, દીવ, દમણ, છતીસગઢ, બિહાર અને કેરલા સહિતના ખેલાડીઓને બીચ ફુટબોલના કોચ તરીકેની તાલીમ આપવામા આવી રહી છે.ખુશીની વાત એ છે કે બીચ સોકરમાજ્ઞે પ્રથમ વખત ઈન્ડીયાની ટીમ બનવા જઈ રહી છે. આ માટેનુ સિલેશન દિવ ખાતે થશે આગામી તા. 12થી 15 ઓકટોબર દરમ્યાન ખેલાડીઓ આવશે તેમનુ સ્કાઉટીગ રાખવામાં આવ્યુ છે. ટીમ સિલેકશન બાદ થાઈલેન્ડ ખાતે આયોજીત એશીયન કવોલીફાયર ઈન્ડીયાની ટીમ રીપ્રેઝન્ટ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya