પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) રાજયમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે. ત્યારે પોરબંદર શહેર અને જીલ્લામાં આજે સોમવારના સવારે વરસાદી મહોલ જોવા મળ્યો હતો આભમાં વાદળોએ જમાવટ કરતા રાસોત્સવના સંચાલોકોની ચિંતા વધી છે. તો ખૈલેયાઓ પણ ચિંતિત બન્યા છે.
પોરબંદરમાં નવરાત્રીના પર્વનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પ્રાચીન આર્વાચીન રાસોત્સોની જમાવટ જોવા મળી રહી છે.પ્રાચીન ગરબીમાં નાની બાળાઓ રાસની રમઝટ બોલાવી રહ્યા છે.તો અર્વાચીન રાસોત્સવમાં નાન મોટા સૌકોઈ રાસ રમી રહ્યા છે. નવરાત્રીનો રંગ જામ્યો છે.ત્યાં હવામાન વિભાગ દ્રારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારથી આકાશમાં વાદળોએ જમાવટ કરતા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જો સામાન્ય વરસાદ પડશે તો ગરબાના સંચાલકોની મુશ્કેલી વધી છે.વરસાદના કારણે જન્માષ્ટમીના તહેવારના રંગમાં ભંગ પડયો હતો ત્યાં ફરી નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પોરબંદરમાં વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે.જો વરસાદનુ જોરદાર ઝાપટું પડશે તો પણ રસોત્સવના સંચાલોકની મુશકેલી વધશે તો બીજી તરફ ખૈલેયાઓ પણ ચિંતિત બન્યા છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં ભારે વરસાદને કારણે પોરબંદર જીલ્લામાં ભારે નુકશાન થયુ હતુ તો વરસાદને કારણે તહેવારની મજા પણ બગડી હતી તો હવે નવરાત્રીમાં વરસાદી માહોલ જોવા મળતા લોકોના જીવ ઉંચક બન્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya