નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે જોડાયેલા સંસ્મરણો પર ગિરીશ એમ. શર્મા દ્વારા,
ગુજરાતી ભાષામાં લખાયેલા પુસ્તક “સુવર્ણ દિન”ના અંગ્રેજી સંસ્કરણ “ગોલ્ડન ડે” અને
હિન્દી સંસ્કરણ “સ્વર્ણ દિન”નું, દિલ્હી યુનિવર્સિટીમાં સોમવારે વિમોચન કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી આત્મારામ ભાઈ
પરમાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ કૃપાલ યાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા
હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. યોગેશ
સિંહે જણાવ્યું હતું કે, “વડના વૃક્ષ
ક્યારેય કુંડામાં ઉગાડવામાં આવતા નથી, જો આપણે બધાએ
વટવૃક્ષ બનવું હોય તો આપણે આપણા કુંડા તોડવા પડશે. આ કુંડા નાની વિચારસરણી, નકારાત્મકતા, ઈર્ષ્યા અને
દ્વેષના છે.”
વાઈસ ચાન્સેલરે કહ્યું કે,” વડાપ્રધાન મોદીને, સદભાવનાના
વૃક્ષો વાવતા આવડે છે.” તેમણે કહ્યું કે,” જ્યારે કોઈ મોટું થાય છે ત્યારે તેનામાં
ચોક્કસ કંઈક અલગ હોય છે. વડાપ્રધાન મોદીમાં સમર્પણ, મહેનત, સમજણ અને મૂલ્યો છે. કોઈ એક દિવસમાં નરેન્દ્ર
મોદી નથી બની જતો. આ પુસ્તકમાં આવી અનેક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે નરેન્દ્ર મોદીને અન્ય લોકોથી અલગ પાડે છે.”
વાઇસ ચાન્સેલરે કહ્યું કે,” આ પુસ્તક નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલાના સમયગાળા પર આધારિત છે. લેખક ગિરીશ શર્માએ
આના દ્વારા નરેન્દ્ર મોદીની યાત્રાના પ્રારંભિક સમયગાળાને વર્ણવવાનું કામ કર્યું
છે.”
આ પ્રસંગે લેખક ગિરીશ એમ.શર્માએ, પુસ્તક વિશે વિસ્તૃત
માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે,” આ દિવસે એટલે કે 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના
મુખ્યમંત્રી તરીકેનો, કાર્યભાર સંભાળ્યો હતો.તેથી જ આ પુસ્તકને ગોલ્ડન ડે નામ આપવામાં આવ્યું છે.”
ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ ભાઈ પરમારે, પોતાના
સંબોધનમાં જણાવ્યું હતું કે,” નરેન્દ્ર મોદી વિશે ઘણું લખી શકાય છે. તે
દ્રષ્ટિનો માણસ(દ મેન ઓફ વિજન’) છે.
મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતને
ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવતું હતું.” તેમણે ગુજરાત સરકારના
મુખ્યમંત્રી હતા ત્યારે, મોદી દ્વારા કરવામાં આવેલા ઘણા પ્રશંસનીય કાર્યોનું વર્ણન
કર્યું અને પુસ્તક પ્રકાશિત કરવા બદલ ગિરીશ શર્માને અભિનંદન પણ આપ્યા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ કૃપાલ યાદવે કહ્યું કે,” મોદી
જે કહે છે તે કરે છે. તેમના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર અને વિકાસશીલ બની રહ્યો છે.
આ બધું દેશની જનતાએ મોદી પર મૂકેલા વિશ્વાસનું પરિણામ છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / દધીબલ યાદવ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ