
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે
લોકસભામાં એક બિલ રજૂ કર્યું.જેમાં વીમા
ક્ષેત્રમાં 100 ટકા વિદેશી સીધા
રોકાણની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલનું શીર્ષક 'સબકા બીમા સબકી સુરક્ષા (વીમા કાયદામાં સુધારો)
બિલ, 2025' છે. કેટલાક
સભ્યોએ બિલના શીર્ષકના હેતુ અને ભાષા અંગે વાંધો ઉઠાવ્યો.
વીમા અધિનિયમ, 1938, જીવન વીમા નિગમ અધિનિયમ, 1956 અને વીમા
નિયમનકારી અને વિકાસ સત્તા અધિનિયમ, 1999 માં સુધારો કરવા માટેનું બિલ ગૃહના વિચારણા
માટે રજૂ કરવામાં આવ્યું હતું.
ઘણા સભ્યોએ લોકસભામાં બિલ રજૂ કરવાનો વિરોધ કર્યો. તેમણે
બિલનું શીર્ષક તેના હેતુ સાથે સુસંગત ન હોવા અને હિન્દીમાં હોવાનો વાંધો ઉઠાવ્યો.
આરએસપી નેતા એનકે પ્રેમચંદ્રને કહ્યું કે,” બિલના શીર્ષકનો તેના હેતુ સાથે, કોઈ
સંબંધ નથી.” તેમણે જણાવ્યું હતું કે,” આ બિલ વીમા ક્ષેત્રમાં 100% વિદેશી સીધા
રોકાણની જોગવાઈ કરે છે, જે રાષ્ટ્રીય
હિતને અસર કરે છે. વધુમાં,
તે નિયમનકારને એલઆઈસી એજન્ટો અને અન્ય
વીમા એજન્ટોના કમિશન નક્કી કરવાની સત્તા આપે છે.” તેમણે જણાવ્યું હતું કે,” એજન્ટો,
વીમા ક્ષેત્રની કરોડરજ્જુ છે અને તેમના હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.”
બિલના વિરોધ અંગે, નાણામંત્રીએ જણાવ્યું હતું કે,” કોઈ પણ વાંધો કાયદાકીય
ક્ષમતા સાથે સંબંધિત નથી અને તેઓ ગૃહની ચર્ચા દરમિયાન અન્ય મુદ્દાઓ પર જવાબ આપશે.”
જીવન જ્યોતિ વીમા અને અટલ વીમા યોજનાનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્યું હતું કે,” વડાપ્રધાને સામાન્ય
માણસને સમાવિષ્ટ કરવા માટે કામ કર્યું છે.”
આદેશનો મુદ્દો ઉઠાવતા, તેમણે બંધારણની કલમ 348 હેઠળ બિલનું નામ હિન્દીમાં હોવાનો વાંધો ઉઠાવ્યો. બાદમાં, સ્પીકરે જણાવ્યું
હતું કે,” બિલના નામોની પસંદગી મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવે છે.”ડીએમકે નેતા ડૉ. ટી.
સુમતિ અને નેતા ટી.એમ. સેલ્વાગણપતિએ પણ બિલનો વિરોધ કર્યો હતો.
તૃણમૂલ નેતા સૌગત રોયે બિલ રજૂ કરવાનો વિરોધ કરતા કહ્યું
હતું કે,” તે વિધાનસભાના હિન્દીકરણનું ઉદાહરણ છે. તેમણે સરકારના સબકા બીમા સબકી સુરક્ષાના સૂત્રનો પણ ઉલ્લેખ કર્યો.” તેમણે કહ્યું કે,” વીમા ક્ષેત્ર પાછળ
રહી ગયું છે, અને
કોર્પોરેટ્સને તેનો ફાયદો થશે.”અન્ય સભ્ય, ચંદ્રશેખર આઝાદે
પણ તેનો વિરોધ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ