ઝેડએસઆઈ વૈજ્ઞાનિક ડૉ. નવનીત સિંહને, પ્રતિષ્ઠિત પ્રોફેસર ટી.એન. અનંતકૃષ્ણન પુરસ્કાર
કલકતા,નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) કોલકાતાના ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ઝેડએસઆઈ) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નવનીત સિંહને ભારતીય કીટશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ, વર્ષ 2024-25 માટે પ્રતિષ્ઠિત પ્રોફેસર ટી.એન. અનંતકૃષ્ણન પ
પુરસ્કાર


કલકતા,નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.)

કોલકાતાના ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ઝેડએસઆઈ) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નવનીત સિંહને ભારતીય

કીટશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ, વર્ષ 2024-25 માટે પ્રતિષ્ઠિત પ્રોફેસર ટી.એન. અનંતકૃષ્ણન

પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર પ્રોફેસર ટી.એન. અનંતકૃષ્ણન

ફાઉન્ડેશન દ્વારા, કીટશાસ્ત્રીય સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી આપવામાં આવ્યો હતો.

આ પુરસ્કાર બેંગલુરુમાં આયોજિત આરોગ્ય, કૃષિ અને

પર્યાવરણમાં કીટકોની ભૂમિકા વિષય પર રાષ્ટ્રીય સંવાદ દરમિયાન આપવામાં આવ્યો

હતો. આ પુરસ્કાર પ્રખ્યાત ભારતીય કીટશાસ્ત્રી સ્વર્ગસ્થ પ્રોફેસર ટી.એન.

અનંતકૃષ્ણનની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને દેશમાં કીટશાસ્ત્રીય સંશોધનમાં

ઉત્કૃષ્ટ યોગદાન આપનારા વરિષ્ઠ વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે.

ડૉ. નવનીત સિંહ પતંગિયા અને શલભ (લેપિડોપ્ટેરા) ના

વર્ગીકરણશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. 2010 થી, તેમના સંશોધને

ભારતની જૈવવિવિધતાની સમજને ફરીથી આકાર આપ્યો છે. તેમણે એક નવા સુપરફેમિલી અને એક

નવા પરિવારનું વર્ણન કર્યું છે, તેમજ 20 નવી જાતિઓ અને 191 નવી પ્રજાતિઓની ઓળખ કરી છે. તેમણે 230 થી વધુ સંશોધન

પત્રો, પાંચ મોનોગ્રાફ્સ

અને એક સીમાચિહ્નરૂપ પુસ્તક, ભારતના લેપિડોપ્ટેરાનું સચિત્ર માર્ગદર્શક’ નામક એક પુસ્તક લખ્યું છે, જેમાં 101 પરિવારોનું

વર્ણન આપવામાં આવ્યું છે.

ઝેડએસઆઈના ડિરેક્ટર ડૉ. ધૃતિ બેનર્જીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,”

ડૉ. સિંહનું કાર્ય જૈવવિવિધતા સંરક્ષણ માટે, એક મજબૂત વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે

અને આધુનિક વિજ્ઞાનમાં વર્ગીકરણના મહત્વ પર ભાર મૂકે છે. ડૉ. સિંહના તાજેતરના

સંશોધને શલભની ઇકોલોજીકલ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. તેમના અભ્યાસમાં સ્થિર પતંગિયાની

91 પ્રજાતિઓ અને વિશિષ્ટ

શલભની 16 પ્રજાતિઓને

મહત્વપૂર્ણ પરાગ રજકો તરીકે ઓળખવામાં આવી છે. તેમના તારણો અનુસાર, 37 અલગ શલભ

પ્રજાતિઓ આર્થિક રીતે મહત્વપૂર્ણ 11 છોડના પરાગનયનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે કૃષિ અને

ખાદ્ય સુરક્ષાને લાભ આપે છે.”

આ ઉપરાંત, ડૉ. સિંહે ભારતની જૈવવિવિધતાને ડિજિટલી રીતે સાચવવા તરફ પણ

નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમણે સત્તાવાર ઝેડએસઆઈ વેબસાઇટ પર, ૧૩,૧૨૪ પ્રજાતિઓનો

ઓનલાઈન કેટલોગ વિકસાવ્યો છે, જેનું મુદ્રિત સંસ્કરણ પ્રકાશનની પ્રક્રિયામાં છે. આ સંસાધન

ભારત અને વિદેશના સંશોધકો અને સંરક્ષણ નિષ્ણાતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ

રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / ગંગા / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande