રાષ્ટ્રપતિએ વિજય દિવસ પર, 'પરમવીર દીર્ઘા'નું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) વિજય દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે, ''પરમવીર દીર્ઘા''નું ઉદ્ઘાટન કર્યું. ગેલેરીમાં દેશના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત, તમામ 21 બહાદુર સૈનિ
મુર્મુ


નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) વિજય દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ

દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે, 'પરમવીર દીર્ઘા'નું ઉદ્ઘાટન કર્યું. ગેલેરીમાં દેશના સર્વોચ્ચ

લશ્કરી સન્માન પરમવીર ચક્રથી સન્માનિત, તમામ 21 બહાદુર સૈનિકોના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી

સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને ચીફ ઓફ ધ

નેવલ સ્ટાફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા

હતા.

પરમવીર દીર્ઘાનો હેતુ, મુલાકાતીઓને રાષ્ટ્રના રક્ષણમાં અદમ્ય

હિંમત, બહાદુરી અને

બલિદાન દર્શાવનારા રાષ્ટ્રીય નાયકો વિશે શિક્ષિત કરવાનો છે. આ પહેલ માતૃભૂમિની

સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર પુત્રોની સ્મૃતિને પણ માન આપવાનો

પ્રયાસ કરે છે.

જે કોરિડોરમાં હવે પરમવીર ગેલેરી સ્થાપિત કરવામાં આવી છે,

ત્યાં પહેલા બ્રિટિશ એડીસી (એડ-ડી-કેમ્પ્સ)ના ચિત્રો હતા. ભારતીય રાષ્ટ્રીય

નાયકોના ચિત્રો પ્રદર્શિત કરવાની આ પહેલને, ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને

ગૌરવશાળી પરંપરાઓને આત્મસાત કરવાની દિશામાં, એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જ્યારે વસાહતી

માનસિકતાથી મુક્તિ તરફ આગળ વધે છે.

નોંધનીય છે કે, પરમવીર ચક્ર એ ભારતનો સર્વોચ્ચ લશ્કરી

સન્માન છે. જે યુદ્ધ દરમિયાન અસાધારણ બહાદુરી, હિંમત અને

સર્વોચ્ચ બલિદાન માટે પ્રદાન કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande