પોરબંદરમાં રહેણાંક મકાન માંથી 9.57 લાખના દાગીના ની ચોરી.
પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) પોરબંદરના ક્રિષ્ના પાર્કમાં ઝવેરી બંગલા સામે આવેલ એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ 9.57 લાખની સોના-ચાંદીના ઘરેણાની માલમત્તાની ચોરી કરી છે. તસ્કરો રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ પોર્ચ માંથી પ્રવેશ્યા હતા અને કલા અ
પોરબંદરમાં રહેણાંક મકાન માંથી 9.57 લાખના દાગીના ની ચોરી.


પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) પોરબંદરના ક્રિષ્ના પાર્કમાં ઝવેરી બંગલા સામે આવેલ એક રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ 9.57 લાખની સોના-ચાંદીના ઘરેણાની માલમત્તાની ચોરી કરી છે. તસ્કરો રહેણાંક મકાનના પાછળના ભાગે આવેલ પોર્ચ માંથી પ્રવેશ્યા હતા અને કલા અજમાવી ગયા હતા. હવે અપેક્ષા રાખવામાં આવી છે કે પોલીસ પોતાની કલા અજમાવે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ઉત્સવ કીરણભાઈ લોઢારી, ખારવા, એ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાંક મકાનમાં પાછળની ખુલ્લી જગ્યાએથી મકાનની પોર્ચ (ઓ.ટી.એસ.) મારફતે કોઈ પણ રીતે મકાનમાં અંદર પ્રવેશ કરી રહેણાંક મકાનમાં પ્રથમ માળેલ આવેલ રૂમમાં મંદીરની અંદર સ્ટીલના ડબરામાંથી ફરીયાદી તથા ફરીયાદીના મમ્મીના અલગ-અલગ પ્રકારના સોનાના ઘરેણાઓ તથા ઉપરના બીજા માળે રૂમના કબાટમાં એમ બંન્ને જગ્યાએ રાખેલ આશરે 18 તોલા 8 ગ્રામના સોનાના ઘરેણા જેની સરેરાશ એક તોલાની આશરે કી.રૂા. 50,000/- લેખે કુલ કી.રૂા.9,40,000/- તથા રોકડા રૂા. 12,500/- તથા ચાંદીના નાના-મોટા સીક્કાઓ નંગ-25 જેની કી.રૂા.5000/- મળી કુલ કી.રૂા.9,57,500/- ની ચોરી કરી હતી. 5 ઓકટોબર થી 6 ઓકટોબર સુધીના સમયગાળામાં પોરબંદર, ક્રીષ્ના પાર્કમાં ઝવેરી બંગલાની સામે આવેલ ફરીયાદીના રહેણાંક મકાનમાં બનેલી આ ઘટના અંગે 6 ઓકટોબરના રોજ કમલાબાગ પોલીસમાં ગુનો દાખલ થતાં પી.એસ.આઈ એબી દેસાઈએ લીધેલી ફરિયાદની તપાસ ડીવાયએસપી ઋતુ રાબા ચલાવી રહ્યા છે. જનતા એવી અપેક્ષા રાખી રહી છે કે પોલીસ પોતાની બિનજરૂરી ઈટીંગ-મીટીંગ સ્ટાઈલ છોડીને રીયલ ક્રાઈમ તરફ ધ્યાન આપે. પોલીસ એવું ઘણું બધું કરી રહી છે કે જે માત્ર સીન સપાટા કરે છે. આ બધું છોડીને પોલીસ રીયલ પોલીસિંગ કરે તો આ પ્રકારના ગંભીર ગુના બનતા અટકે અને બને તો તત્કાલ તેનું ડિટેકશન થાય.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande