પોરબંદર માં યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારનું કરાયુ આયોજન.
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)આધુનિક જીવનશૈલીમાં યોગ અને પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યોને પુનઃજીવિત કરવાના ઉમદા હેતુ સાથે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 1 જાન્યુઆરી, 2026 ના રોજ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમં
પોરબંદર માં યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારનું કરાયુ આયોજન.


પોરબંદર માં યોગ બોર્ડ દ્વારા સામૂહિક સૂર્ય નમસ્કારનું કરાયુ આયોજન.


પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)આધુનિક જીવનશૈલીમાં યોગ અને પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યોને પુનઃજીવિત કરવાના ઉમદા હેતુ સાથે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 1 જાન્યુઆરી, 2026 ના રોજ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન દ્વારા નાગરિકોને 'સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત' બનાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયાએ આગામી 1 જાન્યુઆરી 2026, નવા વર્ષના પ્રથમ દિવસની ખાસ ઉજવણી વિશે માહિતી આપતા જણાવ્યુ છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર અને યોગ-ધ્યાનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે સૂર્ય નમસ્કારના ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, તે એક સંપૂર્ણ વ્યાયામ છે જે શરીરના 90 ટકા મસલ ગ્રુપ પર કામ કરે છે અને મેદસ્વીતા તેમજ સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમસ્યાઓ દૂર કરવામાં અત્યંત અસરકારક છે.

આ તકે તેમણે પોરબંદરના તમામ નાગરિકોને નવા વર્ષની ઉર્જાવાન શરૂઆત માટે મોટી સંખ્યામાં પેલી જાન્યુઆરી 2026 ને રોજ સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન ગુજરાત યોગ બોર્ડની YouTube ચેનલ દ્વારા આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડવા આપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande