વનાણા ગામ નજીક થી વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો.
પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસે થર્ટી ફસ્ટ પૂર્વે દારૂની હેરફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે તેમજ ચેકિંગ પણ સઘન બનાવામા આવ્યુ છે. પોરબંદરના વનાણ ટોલનાકા પાસેથી એક યુવાનને વિદેશી દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો પોરબંદરના છાયા ખાતે
વનાણા ગામ નજીક થી વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો.


પોરબંદર, 30 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસે થર્ટી ફસ્ટ પૂર્વે દારૂની હેરફેરી કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે તેમજ ચેકિંગ પણ સઘન બનાવામા આવ્યુ છે. પોરબંદરના વનાણ ટોલનાકા પાસેથી એક યુવાનને વિદેશી દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો પોરબંદરના છાયા ખાતે રહેતો અને મજુરીકામ કરતો વિજય દેવભાઇ ઓડેદરા નામનો શખ્સ વનાણા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધારે રોકીને તલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-01 કિંમત રૂ. 657ની મળી આવતા ઉદ્યોગનગર પોલીસે ઝડપી લીધો હતો આ શખ્સને પુછપરછ દરમ્યા તેમને દારૂની બોટલ રાણાવાવ ખાતે રહેતા લખને આપી હોવાની કબુલાત આપતા પોલીસે તેમની સામે ગુન્હો નોંધાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande