નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.) સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોનું મોંઘુ થઈ ગયું છે. આજે આ ચમકદાર ધાતુની કિંમત 620 રૂપિયાથી 680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી ગઈ છે. આ વધારાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 76,470 રૂપિયાથી 76,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે, 22 કેરેટ સોનું 70,110 રૂપિયાથી 69,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે. ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર ન થવાને કારણે દિલ્હી બુલિયન માર્કેટમાં તેની કિંમત 89,400 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.
દેશની રાજધાની દિલ્હીમાં, આજે 24 કેરેટ સોનું 76,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 70,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે. તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, 24 કેરેટ સોનું 76,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 69,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. તેવી જ રીતે અમદાવાદમાં, 24 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 76,370 નોંધાયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 70,010 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આ મોટા શહેરો સિવાય ચેન્નાઈમાં, આજે 24 કેરેટ સોનું 76,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 69,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એ જ રીતે કોલકાતામાં પણ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 76,320 અને 22 કેરેટ સોનું રૂ. 69,960 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.
લખનૌના બુલિયન માર્કેટમાં, આજે 24 કેરેટ સોનું 76,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે અને 22 કેરેટ સોનું 70,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં, 24 કેરેટ સોનાની કિંમત વધીને 76,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનું 70,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. એ જ રીતે જયપુરમાં, 24 કેરેટ સોનું 76,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 70,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના બુલિયન માર્કેટમાં, આજે સોનું મોંઘુ થઈ ગયું છે. આ ત્રણ રાજ્યોની રાજધાની બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં, આજે 24 કેરેટ સોનું 76,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, આ ત્રણેય શહેરોના બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનું 69,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/યોગિતા પાઠક/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ