નવી દિલ્હી, 19 નવેમ્બર (હિ.સ.). સોશિયલ મીડિયા કંપની મેટાએ મંગળવારે કહ્યું કે, તે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના, તેના પર રૂ. 213.14 કરોડનો દંડ લગાવવાના નિર્ણય સાથે સહમત નથી. કંપનીએ કહ્યું કે, તે તેની સામે અપીલ કરવાની યોજના ધરાવે છે.
મેટાના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની સીસીઆઈ ના નિર્ણય સામે અપીલ કરવાની યોજના ધરાવે છે, ઉમેર્યું હતું કે અપડેટ વૈકલ્પિક અને પારદર્શક બંને હતું. મેટા એ, વોટ્સએપ ની તેની 2021 ગોપનીયતા નીતિ અપડેટ સંબંધિત તેના કથિત સ્પર્ધાત્મક વિરોધી પ્રથાઓ માટે ભારતના કોમ્પિટિશન કમિશનના રૂ. 213.14 કરોડના દંડને પડકારવાનો તેનો ઈરાદો જાહેર કર્યો છે.
કોમ્પિટિશન કમિશને, સોમવારે સોશિયલ મીડિયા કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ 2021 માં વોટ્સએપ ની ગોપનીયતા નીતિ અપડેટના સંબંધમાં અયોગ્ય વ્યવસાય પદ્ધતિઓ અપનાવવા માટે લાદવામાં આવ્યો હતો. સીસીઆઈ એ, વોટ્સએપ ને પાંચ વર્ષના સમયગાળા માટે જાહેરાતના હેતુઓ માટે મેટાની માલિકીની અન્ય એપ્લિકેશનો સાથે વપરાશકર્તાનો ડેટા શેર ન કરવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે, મેટા પ્લેટફોર્મસ, ઇન્ક, એ એક સોશિયલ મીડિયા કંપની છે, જે મેટાના નામથી તેનો બિઝનેસ કરે છે. તે એક અમેરિકન બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી જૂથ છે. તે અગાઉ ફેસબુક, ઇન્ક તરીકે જાણીતું હતું. અને ફેસબુક.કોમ ઇન્ક તરીકે જાણીતું હતું. તેનું મુખ્ય મથક મેનલો પાર્ક, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું છે. 31 ડિસેમ્બર, 2021 સુધીના પ્રાપ્ત ડેટા અનુસાર, મેટાએ લગભગ 118 અરબ અમેરિકન ડોલરની આવક જનરેટ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ