નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) સરકાર ટ્રાફિક રડાર ઉપકરણોની ફરજિયાત
ચકાસણી અને સ્ટેમ્પિંગ સંબંધિત નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા
નિયમનો હેતુ, સમગ્ર દેશમાં માર્ગ સલામતી સુધારવાનો છે. ગ્રાહક, ખાદ્ય અને જાહેર
વિતરણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” સરકાર માર્ગ સલામતીને
મજબૂત કરવા માટે વાહનોની ગતિ માપવા માટે ઉપયોગમાં લેવાતા રડાર ઉપકરણો માટે નિયમો
લાગુ કરશે.”
મંત્રાલયે કહ્યું
કે,” વિવિધ પરામર્શ દરમિયાન મળેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને નિયમો ટૂંક
સમયમાં સૂચિત કરવામાં આવશે. લીગલ મેટ્રોલોજી ડિવિઝન દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ
નિયમો અનુસાર, તમામ રડાર
ઉપકરણોને ચકાસણીમાંથી પસાર થવું પડશે, અને તૈનાત પહેલા મંજૂરીની સત્તાવાર સીલ
મેળવવી પડશે. નવા નિયમો લીગલ મેટ્રોલોજી (સામાન્ય) નિયમો, 2011 હેઠળ આવે છે. આ 'માઈક્રોવેવ
ડોપ્લર રડાર' ઈક્વિપમેન્ટ પર
લાગુ થશે, જે રસ્તાઓ પર વાહનોની ઝડપ માપવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.”
મંત્રાલયે કહ્યું કે,” નવા ફ્રેમવર્ક હેઠળ તમામ સ્પીડ માપન
ઉપકરણોને વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. તેઓ ઇન્સ્ટોલ કરી શકાય તે પહેલાં તેમની
પાસે સત્તાવાર સીલ હોવી આવશ્યક છે. આ પ્રક્રિયાનો હેતુ ઝડપ અને અંતર માપન માટે
સચોટ 'રીડિંગ્સ' સુનિશ્ચિત કરવાનો
છે, જે ટ્રાફિક
કાયદાના અમલીકરણ માટે મહત્વપૂર્ણ છે. આ નિયમો એવા સમયે લાગુ કરવામાં આવશે, જ્યારે
સરકાર માર્ગ સલામતીના રેકોર્ડમાં સુધારો કરવા માંગે છે.”
નોંધનીય છે કે, યુનિયન ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ
હિતધારકોના હિતોનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓઆઇએમએલ માનકધોરણો અનુસાર
અન્ય વજન અને માપન સાધનો માટે, નિયમો ઘડવાની પ્રક્રિયામાં છે. આ નિયમોમાં વાહનની
ગતિને માપવા માટે ચકાસાયેલ અને સીલબંધ રડાર સાધનોની આવશ્યકતા છે, અને અકસ્માતો, રસ્તાના ઘસારો
અને તૂટેલી સડકો, ફૂટ અને વધુને રોકવા માટે ટ્રાફિક અમલીકરણ જેવી એપ્લિકેશનો માટે
મહત્વપૂર્ણ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
---------------
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ