ઝેલેન્સકી બ્રુસેલ્સમાં નાટોના સેક્રેટરી જનરલ રુટેને મળ્યા, હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે મદદ માંગી
બ્રુસેલ્સ (બેલ્જિયમ), નવી દિલ્હી,19 ડિસેમ્બર(હિ.સ.) રશિયા સાથે લાંબા સમયથી યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ, અહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સેક્રેટરી જનરલ માર્ક રુટે સાથ
મદદ


બ્રુસેલ્સ

(બેલ્જિયમ), નવી દિલ્હી,19 ડિસેમ્બર(હિ.સ.)

રશિયા સાથે લાંબા સમયથી યુદ્ધ લડી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર

ઝેલેન્સ્કીએ, અહીં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સેક્રેટરી જનરલ

માર્ક રુટે સાથે, મુલાકાત કરી હતી. તેમણે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા

માટે નાટોના સભ્ય દેશો પાસેથી વધુ સહકારની વિનંતી કરી.

યુક્રેનિયન ન્યૂઝ એજન્સી 'યુક્રેનફોર્મ'ના આજના સમાચાર અનુસાર, “યુક્રેનના

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ મીટિંગની માહિતી ટેલિગ્રામ પર શેર કરી છે.

યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા અને દેશ માટે કાયમી શાંતિ

સુનિશ્ચિત કરવાની રીતો પર ચર્ચા કરવા માટે બ્રસેલ્સમાં નાટોના સેક્રેટરી જનરલ

માર્ક રુટેને મળ્યા. એમ ઝેલેન્સકીએ

લખ્યું.”

ઝેલેન્સકીએ કહ્યું કે,” આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેમણે

નાટોના મહાસચિવ અને બેઠકમાં ભાગ લેનારા તમામ ભાગીદારોનો આભાર વ્યક્ત કર્યો.” આ

બેઠક પર, યુક્રેનના

રાષ્ટ્રપતિના કાર્યાલયે કહ્યું કે,” માર્ક રુટેએ ઝેલેન્સકી સાથે યુક્રેનની

અર્થવ્યવસ્થા પર પણ ચર્ચા કરી. તેમણે હથિયારોની ખરીદીમાં ડેનમાર્ક અને લિથુઆનિયાની

નીતિ તરફ ધ્યાન દોર્યું.”

રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર,”ઝેલેન્સકી બ્રુસેલ્સમાં

ફ્રાન્સના રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande