દક્ષિણ કોરિયા, આજે અમેરિકન સ્પેસ સ્ટેશનથી તેનો ત્રીજો લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે
સિયોલ, નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) દક્ષિણ કોરિયા આજે અમેરિકન સ્પેસ સ્ટેશનથી તેનો ત્રીજો સ્થાનિક લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે. દક્ષિણ કોરિયાએ કેટલાક સમયથી ઉત્તર કોરિયા પર તેની દેખરેખ ક્ષમતા વધારવાના પ્રયાસો તેજ કર્યા છે. ઉપગ્રહને સ્પેસએક્સના ફા
દક્ષિણ કોરિયાનો ત્રીજો સ્થાનિક લશ્કરી જાસૂસી ઉપગ્રહ


સિયોલ, નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) દક્ષિણ કોરિયા આજે અમેરિકન સ્પેસ સ્ટેશનથી તેનો ત્રીજો સ્થાનિક લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરશે. દક્ષિણ કોરિયાએ કેટલાક સમયથી ઉત્તર કોરિયા પર તેની દેખરેખ ક્ષમતા વધારવાના પ્રયાસો તેજ કર્યા છે. ઉપગ્રહને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ પર કેલિફોર્નિયામાં વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી સવારે 3:34 વાગ્યે (સ્થાનિક સમય) લોન્ચ કરવામાં આવશે.

કોરિયા ટાઇમ્સના અહેવાલમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો પ્રક્ષેપણ સફળ થાય છે, તો ઉત્તર કોરિયા પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે 2025 સુધીમાં પાંચ મધ્યમથી મોટા કદના જાસૂસી ઉપગ્રહો હસ્તગત કરવાની યોજનાના ભાગરૂપે તે દક્ષિણ કોરિયાનું ત્રીજું લશ્કરી જાસૂસ ઉપગ્રહ પ્રક્ષેપણ હશે.

દક્ષિણ કોરિયાએ, ગયા વર્ષે ડિસેમ્બરમાં કેલિફોર્નિયાના સ્પેસ બેઝ પરથી તેનો પહેલો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. તે પૃથ્વીની સપાટીની વિગતવાર છબીઓ મેળવવા માટે ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સરથી સજ્જ છે. દેશે તેનો બીજો જાસૂસી ઉપગ્રહ એપ્રિલમાં ફ્લોરિડાના મેરિટ આઇલેન્ડ પર આવેલા જ્હોન એફ. કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો હતો. તે સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર) સેન્સરથી સજ્જ છે. તે કોઈપણ હવામાનમાં માઇક્રોવેવનો ઉપયોગ કરીને ડેટા મેળવે છે.

દક્ષિણ કોરિયાના સંરક્ષણ અધિકારીઓને આશા છે કે, આજનું પ્રક્ષેપણ ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ ધમકીઓ સામે સૈન્યના ત્રિ-પરિમાણીય સર્વેલન્સ પ્રોગ્રામને વધુ વેગ આપશે. ત્રીજા પ્રક્ષેપણના સંરક્ષણ સંપાદન કાર્યક્રમની, પ્રશાસન મંત્રી સીઓક જોંગ-ગન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉત્તર કોરિયાએ, નવેમ્બર 2023માં તેનો પહેલો લશ્કરી જાસૂસી ઉપગ્રહ (મલ્લિગયોંગ-1) સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande