એએસઆઈની ટીમે, ઉત્તર પ્રદેશના સંભલમાં ત્રીજા દિવસે પણ સર્વે ચાલુ રાખ્યો ...
સંભલ, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની ચાર સભ્યોની ટીમનું સર્વેક્ષણ કાર્ય રવિવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું. લખનૌની એએસઆઈટીમે, શુક્રવાર અને
સંભલ


સંભલ, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના સંભલ

જિલ્લામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની ચાર સભ્યોની ટીમનું સર્વેક્ષણ કાર્ય રવિવારે

સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું. લખનૌની એએસઆઈટીમે, શુક્રવાર

અને શનિવારે સંભલમાં છ તીર્થસ્થળો અને 20 કુવાઓનું સર્વેક્ષણ કર્યું હતું.

ટીમ શનિવારે પ્રાચીન કલ્કી વિષ્ણુ મંદિર પહોંચી હતી અને

લગભગ 30 મિનિટ સુધી

ત્યાં રહી, દરેક મુદ્દાની

કાળજીપૂર્વક તપાસ કરી અને પુરાવા એકત્રિત કર્યા. ટીમે અહીંના ગુંબજ અને અન્ય

બાંધકામોની ઐતિહાસિકતા જાણવા, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરી હતી. તાજેતરમાં

જિલ્લામાં હાથ ધરાયેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા

વિસ્તારોમાં, શિવ મંદિરો અને બંધ કુવાઓ જોવા મળ્યા હતા.

આ પછી જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.રાજેન્દ્ર પૈંસિયાએ, ભારતીય

પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને પત્ર લખીને જિલ્લાના પ્રાચીન તીર્થસ્થળો અને કુવાઓનું

નિરીક્ષણ કરવાની માંગણી કરી હતી.

એએસઆઈની ટીમે શુક્રવાર અને શનિવારે, સંભલમાં કુલ 19 કૂવા અને પાંચ

યાત્રાધામોનો સર્વે કર્યો હતો. આ સમય દરમિયાન, ટીમે ખગ્ગુ સરાઈ

સ્થિત પ્રાચીન શિવ મંદિર અને ત્યાંના પરિસરમાં બનેલા કૂવાના, કાર્બન ડેટિંગ માટેના

નમૂના પણ લીધા હતા. એસડીએમ વંદના મિશ્રાએ જણાવ્યું હતું કે,” ટીમ મંદિર અને કૂવાની

ઉંમર જાણવાનો પ્રયાસ કરી રહી છે. નિરીક્ષણ દરમિયાન, ટીમના નિષ્ણાતોએ

તેની ઐતિહાસિકતાની ખાતરી કરવા માટે ગુંબજ અને અન્ય માળખાના ફોટોગ્રાફ્સ અને

વિડિયોગ્રાફી લીધી હતી.”

ઉલ્લેખનીય છે કે, સંભલનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ઘણું

વધારે છે. તે કલ્કિ અવતાર સાથે સંબંધિત છે. કૃષ્ણ કુપા અને કલ્કી વિષ્ણુ મંદિર

જેવા સ્થળો અહીંની પ્રાચીન ધરોહરમાં સામેલ છે. એએસઆઈરિપોર્ટના આધારે

આ સ્થળોના સંરક્ષણ અને પુનઃનિર્માણની શક્યતાઓ પર વિચાર કરવામાં આવશે. આનાથી આ

સ્થળોના ઐતિહાસિક મહત્વને તો ઉજાગર થશે જ પરંતુ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / નિમિત કુમાર જયસ્વાલ / દીપક / રામાનુજ

શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande