દક્ષિણ 24 પરગણા, નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિ.સ.) જમ્મુ કાશ્મીર
એસટીએફ અને બંગાળ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં શનિવારે રાત્રે, દક્ષિણ 24 પરગણા જિલ્લાના
કેનિંગ હોસ્પિટલ મોર વિસ્તારમાંથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ
કરી હતી.
રવિવારે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,” ધરપકડ કરાયેલ
વ્યક્તિનું નામ જાવેદ મુનશી છે અને તે મૂળ કાશ્મીરના શ્રીનગરનો રહેવાસી છે. તેના
પર આરોપ છે કે, તે આતંકી સંગઠન તહરીક-ઉલ-મુજાહિદ્દીનનો સભ્ય છે. જાવેદ કેનિંગ
હોસ્પિટલ મોડ વિસ્તારમાં, એક સંબંધીને મળવા આવ્યો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ
કરી હતી. જાવેદની પૂછપરછ કરવામાં આવી રહી છે.”
વિસ્તૃત વિગતોની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / ગંગા / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ