કેન્દ્રીય મંત્રી અમિત શાહે, ત્રિપુરામાં રૂ. 668 કરોડના વિકાસ પ્રોજેક્ટનો લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
, નવી દિલ્હી,22 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં રૂ. 668 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેઓ હદુકલાઉ પારા બ્રુ
શાહ


, નવી દિલ્હી,22 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય ગૃહ

અને સહકાર મંત્રી અમિત શાહે શુક્રવારે ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં રૂ. 668 કરોડની વિવિધ

વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેઓ હદુકલાઉ પારા

બ્રુ રિહેબિલિટેશન કોલોની ખાતે બ્રુ-રીઆંગ સમુદાયના લોકોને, મળ્યા હતા અને તેમના

ઘરે પણ ગયા હતા અને તેમની સાથે વાત કરી હતી.

અહીં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય મંત્રી

અમિત શાહે કહ્યું કે,” ત્રિપુરામાં લાંબા સમય સુધી સત્તામાં રહેલા લોકોએ ક્યારેય

બ્રુ-રિયાંગ સમુદાયની સમસ્યાઓને સમજી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પીડાને

સમજીને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.” તેમણે કહ્યું કે,” મોદી સરકારે 38,000 બ્રુ-રીઆંગ

લોકોનું પુનર્વસન કર્યું, જેઓ 25 વર્ષથી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવી

રહ્યા હતા અને તેમને સારું જીવન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, રાજ્યમાં શાંતિ

પુનઃસ્થાપિત કરવા માટે ત્રણ વિદ્રોહી જૂથો અને બ્રુ-રીઆંગ સમુદાય સાથે ચાર

ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા.”

કેન્દ્રીય મંત્રી શાહે કહ્યું હતું કે,” લોકશાહીમાં વિશ્વાસ

ધરાવતી સરકારો વિકાસનો માર્ગ મોકળો કરે છે.” તેમણે કહ્યું હતું કે,” બ્રુ-રીઆંગ

સમુદાય માટે રૂ. 900 કરોડની યોજનાઓ

માત્ર બનાવવામાં આવી નથી, પરંતુ પાયાના સ્તરે પણ તેનો અમલ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ આ સમુદાયને અન્ય ભારતીય નાગરિકોની જેમ સમાન અધિકાર આપીને તેમનું

સન્માન વધાર્યું છે.” ત્રિપુરામાં વિકાસની ગતિ પર પ્રકાશ પાડતા શાહે કહ્યું કે,” પહેલાની

સરકારો દરમિયાન માત્ર 2.5 ટકા લોકોને પીવાનું પાણી મળતું હતું, જ્યારે આજે 85 ટકા ઘરોમાં

નળનું પાણી છે.”

“રાજ્યમાં શાળા છોડવાનો દર 3 ટકાથી નીચે

આવ્યો છે અને નોંધણી દર 67 ટકાથી વધીને 99.5 ટકા થયો છે.” તેમણે કહ્યું કે,” આ ઉપરાંત માં

ત્રિપુરા સુંદરીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.જેનાથી વિશ્વભરના

ભક્તો માટે દર્શન કરવામાં સરળતા રહેશે.” અમિત શાહે ત્રિપુરા સરકાર અને કેન્દ્ર

સરકારના પ્રયાસોને લોક કલ્યાણ અને વિકાસ માટે સમર્પિત ગણાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande