વડાપ્રધાન સોમવારે, 71 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
-વડાપ્રધાન દેશભરમા 45 સ્થળોએ આયોજિત, રોજગાર મેળાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા, નવનિયુક્ત નિમણૂકોને 71 હજ
નમો


-વડાપ્રધાન દેશભરમા 45 સ્થળોએ આયોજિત, રોજગાર મેળાઓને વર્ચ્યુઅલ રીતે

સંબોધિત કરશે.

નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા, નવનિયુક્ત નિમણૂકોને 71 હજારથી વધુ

નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે વડાપ્રધાન સંબોધન પણ કરશે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં

કહેવામાં આવ્યું છે કે,” રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાન

નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને, પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. તે યુવાનોને

રાષ્ટ્ર નિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન

કરશે.”

દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ

કરાયેલા નવા કર્મચારીઓને ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ

વિભાગ, આરોગ્ય અને

પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં

નિયુક્ત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનીલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande