વડાપ્રધાન કેથોલિક બિશપ્સ કોન્ફરન્સના, નાતાલની ઉજવણીમાં ભાગ લેશે
નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં સીબીસીઆઈકેન્દ્ર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) ના નાતાલની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યા
નમો


નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સોમવારે નવી દિલ્હીમાં સીબીસીઆઈકેન્દ્ર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ

ઇન્ડિયા (સીબીસીઆઈ)

ના નાતાલની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સાંજે 6:30 વાગ્યાથી થશે.

વડાપ્રધાન મોદી કાર્ડિનલ્સ, બિશપ્સ અને

ચર્ચના અગ્રણી નેતાઓ સહિત ખ્રિસ્તી સમુદાયના, મુખ્ય નેતાઓ સાથે વાતચીત કરશે.

ભારતમાં કેથોલિક ચર્ચના હેડક્વાર્ટર ખાતે, આ પ્રકારના કાર્યક્રમમાં વડાપ્રધાન

પહેલીવાર હાજરી આપશે.

કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (સીબીસીઆઈ)ની સ્થાપના 1944માં થઈ હતી. આ

સંસ્થા સમગ્ર ભારતમાં તમામ કૅથલિકો સાથે, મળીને કામ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande