ગુજરાતના 162 શિક્ષકો અને 52 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
3 લાખ બોટલોનો નિકાલ કરી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી હતી
ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.)
પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત વાગલખોડ શાળાના બે શિક્ષકો કાલિદાસ રોહિત અને જશુબેન રોહિતને વર્લ્ડ વાઇડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન. ગાંધીનગર ખાતે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ શાળામાં પ્લાસ્ટિક મુક્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતા શિક્ષક દંપતિને ગાંધીનગર મુકામે અગ્ર સચિવ પી એમ મહેતા અન્ય અધિકારીઓ અને સમાજસેવકોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુજરાતના 162 શિક્ષકો અને 52 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 3 લાખ બોટલોનો નિકાલ કર્યો હતો. ભરૂચ જિલ્લાના ચાર શિક્ષકો આ એવોર્ડ માટે પસંદ થયા હતા જેમાંથી વાલિયા તાલુકાના બે શિક્ષકો પણ તેમાં પાર પડ્યા હતા .એવોર્ડ મહત્વનો નથી પણ પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે બાળકો સમજે એ વધારે મહત્વનું છે .આ કાર્યક્રમમાં કે એમ રાવલ , પુલકીત જોશી , મહેશ મહેતા, જીતેન્દ્ર વાજા, નીપા તેમજ સામાજિક સંગઠનના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહી એવોર્ડ આપ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ