ગાંધીનગર,02 જાન્યુઆરી (હિ.સ.) ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરમાં વિવિધ પ્રકારની પ્રવુત્તિઓ કરવામાં આવે છે. વર્ષ 2025ના શુભ શરૂઆતે નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેઠળ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર(ઉ)ના ધારાસભ્ય રીટા પટેલના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર રેલ્વે સ્ટેશન કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના ડૉ. મયુર જોષીએ એ ગત વર્ષે ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રથમ વખત ફાઈવ સ્ટાર હોટેલ દ્વારા ભોજન અને આ વર્ષે ગાંધીનગર રેલ્વે સ્ટેશન ના કર્મચારીઓને ભોજન પીરસવા બદલ તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાનો ઋણ સ્વીકાર કર્યો હતો. સહુ કર્મચારીઓનું ચંદન તિલક અને તુલસી માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ નું સ્વાગત રાજ ગાંધીનગર ના જનરલ મેનેજર તોરનીશ કરકાનિશે ભગવદ્ ગીતાથી કર્યું હતું. રીટાબેનએ ઉદ્દગમ ટ્રસ્ટના કાર્યોની પ્રશંસા કરીને ભોજન પીરસવાની શરૂઆત કરી હતી.
તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેડ ચંદ્રવીર સિંઘેની સાથે હિતેશકુમાર, હાર્દિક ડોલીયા, ભૂપેન્દ્ર સિંહ, શ્રુતિ ગુપ્તા, અશોકસિંહ, વિરેન્દ્રસિંહ અને સ્ટાફની સાથે ઉદગમ પરિવારના ડો. મયુર જોષીની સાથે આશા સરવૈયા, પારૂલ મેહતા, અમિતસિંહ ઠાકોર સાથે મળીને બાળકોને ભોજન પીરસ્યું હતું.રેલવેના ખાસ વર્ગ ચારના કર્મચારીઓ ફાઈવ સ્ટાર હોટેલના ભોજનનો સ્વાદ માણીને ખુબ જ આનંદિત થઇ ગયા હતા અને તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેડ ચંદ્રવીર સિંઘે હૉટલની અવિરત સેવા માટેની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ