ગોધરા,02 જાન્યુઆરી (હિ.સ.) વિકાસ ની મોટી મોટી વાતો તો થાય છે ગુજરાત મા પણ જમીની હકીકત કંઈક જુદી જ દેખાય છે, પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકા ના મોટા તોરણા ગામ ની શાળા ના જ્યા એક પણ ઓરડા વગર આખી શાળા ચાલી રહી છે અને એ પણ એક થી પાંચ ધોરણ ની, જે દ્રશ્ય મા બે ઓરડા દેખાઈ રહ્યા છે એ આજ થી 9 વર્ષ પહેલા જર્જરિત થઇ જવાનાં કારણે નકામા જાહેર કરી એને ડિસમેન્ટલ કરવા નું નક્કી કરાયું અને બસ ત્યાંથી આખી સ્કુલ એક પણ ઓરડા વિનાની થઇ ગઈ અને એક થી પાંચ ધોરણ ના બાળકો શાળા ના કેમ્પસ મા ખુલ્લા આકાશ નીચે ભણી રહ્યા છે કદાચ એવુ દ્રશ્ય પરથી સમજાય કે શિયાળો છે એટલે તડકે બાળકો ને બેસાડી ને ભણવાય છે પણ આ શાળા મા તો છેલ્લા નવ વર્ષ થી શિયાળો, ઉનાળો કે ચોમાસુ ત્રણેય સીઝન મા આકાશ નીચે જ ભણાવાય છે. સમગ્ર મામલે અનેક વાર રજુઆત કરવા છતાં અહીં નવા ઓરડા બનાવવા માટે શિક્ષણ વિભાગ પગલાં ભરતું નથી શાળા ના નાના બાળકો પણ કેમેરા સમક્ષ નવા ઓરડા મળે એની માંગ કરી રહ્યા છે પણ શાળા ના શિક્ષક કેમરા સમક્ષ બોલવા તૈયાર નથી કેમ કે એમના અધિકારી આ મામલા મા બોલવા ની મનાઈ ફરમાવી ચુક્યા છે.આ મામલે ગ્રામજનો પણ રજુઆત કરી ચુક્યા પણ હજુ સુધી ઓરડા વહેલી તકે બનાવી દઈશું એવો એકજ જવાબ મળે છે.આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગ મા જવાબ માંગતા શિક્ષણ સમિતિ ના ચેરમેન દ્વારા શાળા ના ઓરડા નો પ્રશ્ન તો છે અને એ વહેલી તકે બનાવી દેવાશે એમ જવાબ આપવા મા આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ