ગોંડલના ભુણાવા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું,હથિયારો-પથ્થરો સાથે સામસામે છૂટાહાથની મારામારી
રાજકોટ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે 31 ડિસેમ્બરની રાત્રે માથાકૂટ થઇ હતી. ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે ચાલી આવતી જૂની માથાકુટ મોડીરાત્રે ફરી વકરી હતી.ગોંડલના ભ
In Bhunava village of Gondal, two groups clashed face to face with weapons and stones over old enmity.


રાજકોટ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે 31 ડિસેમ્બરની રાત્રે માથાકૂટ થઇ હતી. ભુણાવા ગામે ક્ષત્રિય પરિવારના બે જૂથ વચ્ચે ચાલી આવતી જૂની માથાકુટ મોડીરાત્રે ફરી વકરી હતી.ગોંડલના ભુણાવા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે થયેલી માથાકુટમાં સામાસામી મારામારી અને તોડફોડનો બનાવ બનતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં 12 સામે ગુનો નોંધાયો હતો. ભાડેથી ક્રેન ગામમાં ચલાવવા અંગે કાકા અને ભત્રીજા વચ્ચે થયેલી માથાકુટ મારામારી સુધી પહોંચી ગઇ હતી. ક્ષત્રિય પરિવારના બે જૂથ સામસામે હથિયારો-પથ્થરો સાથે છૂટાહાથની મારામારી કરી હતી. ગામમાં જ છરી, ધોકા, પાઈપ સહિતના હથિયારો સાથે એકબીજા પર તુટી પડ્યા હતા. જેથી છથી વધુ ઈસમ ઘાયલ થયા હતા અને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિ પર તો એક મિનિટમાં 20 ફટકા ઝીકીં દીધા હતા. જે બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે બન્ને જૂથના 17 શખસ સામે સામસામી ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગતો મુજબ ભુણાવા ગામે રહેતા વિજયસિંહ બચુભા જાડેજા એ ગામના જ સિદ્ધરાજસિંહ નીરૂભા જાડેજા, નરેન્દ્રસિંહ નીરૂભા જાડેજા, ભરતસિંહ બચુભા જાડેજા, રૂદ્રરાજસિંહ સંજયસિંહ, લકીરાજસિંહ જગુભા જાડેજા, યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા, અજયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા મંગા ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મુકાયેલા આરોપ મુજબ આરોપીઓ સામે અગાઉ ધંધાકીય માથાકુટ ચાલતી હતી. જે-તે સમયે મારામારી થઇ હતી અને ફરિયાદ પણ નોંધાઈ હતી. જે મનદુઃખનો ખાર રાખી આરોપીઓ લાકડી, પાઇપ અને ધોકા સાથે ધસી આવ્યા હતા અને ખુની હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદી તેમજ તેના પરિવારના અન્ય સભ્યો કૃષ્ણપાલસિંહ, ઓમદેવસિંહ અને ભગીરથસિંહ ઉર્ફે ભગીને માથા તથા હાથપગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી.

સામા પક્ષે યશપાલસિંહ સિદ્ધરાજસિંહ જાડેજા એ આરોપી રાજેન્દ્રસિંહ બચુભા જાડેજા, વિજયસિંહ બચુભા, ભગીરથસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા, ભગીરથસિંહના ભાઈ હરપાલસિંહ, રાજેન્દ્રસિંહના બે દીકરા ઓમદેવસિંહ અને મયુરસિંહ તેમજ આરોપી વિજયસિંહનો પુત્ર કૃષ્ણપાલસિંહ સામે અગાઉની માથાકુટનો ખાર રાખી લાકડી અને છરી જેવા હથિયારોથી ઘાતકી હુમલો કરી માથાના ભાગે, હાથના ભાગે યશપાલસિંહ તથા નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા કરી હોવાનો આરોપ મુક્યો છે.

હથિયારો અને પથ્થરોના ઘા ઝીંકી છૂટા હાથની મારામારી કરતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે બંને પક્ષની સામસામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફુટેજ કબજે કરી તાલુકા પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande