- પોલીસે વોચ ગોઠવી પટેલ નગરમાંથી શૈલેશ અને જીગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડયા હતા
- ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જીનીયરીંગમાં નેત્રંગના દિનેશ ઉર્ફે ધીરુ વસાવા સાથે મળી ચોરી કરી હતી
ભરૂચ,02 જાન્યુઆરી (હિ.સ.) ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈને પટેલ નગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે અરસામાં બાતમી મળેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડપટ્ટીમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેશ રણજીત રાઠવા તેમજ જીગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડયા હતા. બંનેની પુછપરછ કરતા તેઓએ ત્રણ મહિના પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જીનીયરીંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ