નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય વિદેશ સેવા (આઈએફએસ)ની 1993 બેચના સંજીવ રંજન, હિન્દ મહાસાગર રિમ એસોસિએશન (આઈઓઆરએ)ના આગામી મહાસચિવ હશે. તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.
વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, સંજીવ રંજન, હિન્દ મહાસાગર રિમ એસોસિએશનના આગામી મહાસચિવ હશે. તેઓ 1993 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે અને હાલમાં મંત્રાલયમાં વિશેષ ફરજ પરના અધિકારી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સંજીવ રંજન ટૂંક સમયમાં જ ચાર્જ સંભાળશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ