વાલિયા જય માતાજી શાળાનો, 29 મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો
બીજા દિવસે વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર પ્રેમ, સનાતન હિન્દુ સંસ્કૃતિ અને વ્યસન મુક્તિ પર સુન્દર કુત્રિઓ રજૂ કરી ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.) વાલિયા સરસ્વતી શીશુ મંદિર ખાતે શાળાનો 2
વાલિયા જય માતાજી શાળાનો 29 મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો


વાલિયા જય માતાજી શાળાનો 29 મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો


વાલિયા જય માતાજી શાળાનો 29 મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો


બીજા દિવસે વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું

વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર પ્રેમ, સનાતન હિન્દુ સંસ્કૃતિ અને વ્યસન મુક્તિ પર સુન્દર કુત્રિઓ રજૂ કરી

ભરૂચ 30 ડિસેમ્બર (હિ.સ.)

વાલિયા સરસ્વતી શીશુ મંદિર ખાતે શાળાનો

29 મોં વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર પ્રેમ , સનાતન હિન્દુ સંસ્કૃતિ અને વ્યસન મુક્તિ પર સુન્દર કુત્રિઓ રજૂ કરી હતી.

મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.સંબોધન કરતા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જય માતાજી શાળાની માફ્ક વિધાભારતી સંલગ્ન શાળાઓ ભારતીય હીન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મ અને વશુધેવકુટુંબકમના સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ આપે છે. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી સમગ્ર

ભારત વર્ષમાં કાર્યરત રહી ભારત માતાને પરમ વૈભવના શિખર પર પોહચાડવા ભગીરથી કાર્ય કરી રહ્યા છે.

આ પ્રસંગમાં જય માતાજી શાળાના સ્થાપક દેવુભા કાઠી, કીસાન સંઘ ગુજરાત અધ્યક્ષ પ્રવીણસિંહ સિંધા, ડો પ્રવીણસિંહ રાઉલજી, સુધીરસિંહ અટોદરીયા,

રામસિંહ દેવધરા ,ડો ડી એસ સિંઘ, હરેન્દ્રસિંહ ખેર, અલ્પેશ વસાવા, મહેશ વસાવા , અતુલ પટેલ, વીરાજસિંહ રાજ, પ્રવિણાબેન પ્રાંકડા , મીનાબેન કાઠી, ઉપેન્દ્રસિંહ દોડીયા તેમજ ગજેન્દ્રસિંહ પીલુદરીયા હાજર રહ્યા હતા.

બીજા દિવસે વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવામાં આવ્યું. સંમેલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા વિદ્યાલયના પ્રધાનાચાર્ય કનુબેન વાસંદિયાએ પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન બતાવી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એમના જૂના દિવસોની ઝાંખી કરાવી હતી. વિદ્યાર્થીઓએ જુના સંસ્મરણોને યાદ કરી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો . સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે બનતા દરેક પ્રયત્નો કરવાના સંકલ્પ સાથે પ્રીતિ ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande