નાગપુર, નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિં.સ.)
વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત મહાસચિવ ડૉ. સુરેન્દ્ર કુમાર જૈને કહ્યું છે કે,” જો
મુસ્લિમો કાશી અને મથુરા પર પોતાનો દાવો છોડી દેશે, તો તેઓ દરેક મસ્જિદની નીચે,
શિવલિંગની શોધ કરવાનું બંધ કરી દેશે. એક જૈન તરીકે જો મુસ્લિમ સમાજ પહેલ કરે અને
પ્રેમથી પોતાના અધિકારો છોડી દે, ધર્માંધતા છોડી દે, તો તમે અમારું દિલ જીતી લેશો, નહીંતર આ બાબતોનો
નિર્ણય કરવા માટે કોર્ટ છે.”
ડૉ.જૈને સોમવારે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે,” વિશ્વ હિંદુ પરિષદે તેના કોઈપણ વિષયને છોડ્યો નથી. 'ત્યાં મંદિર
બનાવો, મંદિરને ભવ્ય
બનાવો'ના વચન મુજબ
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે.હવે કૃષ્ણ
જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ મંદિર મુક્ત થશે.” જૈને કહ્યું કે,” શાંતિપ્રિય હિન્દુ
સમાજ 1984થી કાશી અને
મથુરામાં દાવો કરી રહ્યો છે. તે સમયે પણ અમે મુસ્લિમોને પ્રસ્તાવ આપ્યો હતો કે, જો
તેઓ આ બે જગ્યાઓ પર પોતાનો દાવો છોડી દેશે તો હિંદુ સમુદાય, બાકીની જગ્યાઓ પર દાવો
નહીં કરે.”
અફસોસ વ્યક્ત કરતાં જૈને કહ્યું કે,” મુસ્લિમ સમુદાયે
પોતાની કટ્ટરતા છોડી નથી અને આ તક ગુમાવી દીધી છે. હવે મામલો કોર્ટમાં છે, હજુ પણ જો
મુસ્લિમો કાશી અને મથુરા પર પોતાનો દાવો છોડી દેશે તો, અમે મસ્જિદની નીચે
શિવલિંગની શોધ કરવાનું બંધ કરી દઈશું.”
ડો.જૈન, સરસંઘચાલક ડો. મોહન ભાગવતના નિવેદન સાથે પણ સંમત
થયા, જેમાં તેમણે 'દરેક મસ્જિદની
નીચે મંદિર ન શોધવું'નું આહ્વાન
કર્યું હતું. આ અંગે પોતાનો અભિપ્રાય આપતા ડૉ.જૈને જણાવ્યું હતું કે,” અમે
સરસંઘચાલકના નિવેદન સાથે સંપૂર્ણ રીતે સહમત છીએ, પરંતુ તેમના નિવેદનનું એક વાક્ય હાઇલાઇટ કરીને
બતાવવામાં આવ્યું હતું.” સંઘચાલક તરીકે તેમણે એમ પણ કહ્યું છે કે,” પહેલા
મુસ્લિમ સમુદાયે કટ્ટરતા છોડવી પડશે.” જૈને કહ્યું કે,” મુસલમાનોની કટ્ટરતાના
કારણે, આજે હિન્દુ સમાજ મસ્જિદની નીચે મંદિરો શોધી રહ્યો છે.”
જૈનના કહેવા પ્રમાણે કાશી અને મથુરાના કેસ કોર્ટમાં
પેન્ડિંગ છે. જૈને કહ્યું કે,” મુસ્લિમ સમુદાયે આ કેસના પરિણામની ધીરજપૂર્વક રાહ
જોવી જોઈએ. મથુરાની ઇદગાહ કેસમાં કોર્ટે 1947 પહેલાનો ચુકાદો આપ્યો છે.” જૈને કહ્યું કે,” કાશી અને
મથુરામાં મંદિરો હતા, મંદિરો છે અને
મંદિરો રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ