જિલ્લામાં ચૂંટણી દરમિયાન પોસ્ટરો, બેનરો કે કટ આઉટ મુકવા અંગે નિયંત્રિત જાહેર
વલસાડ,28 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચુંટણી-2024 અંતર્ગત ભારતના ચૂંટણી આયોગે બંધારણની કલમ-324 હેઠળ
જિલ્લામાં ચૂંટણી દરમિયાન પોસ્ટરો, બેનરો કે કટ આઉટ મુકવા અંગે નિયંત્રિત જાહેર


વલસાડ,28 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચુંટણી-2024 અંતર્ગત ભારતના ચૂંટણી આયોગે બંધારણની કલમ-324 હેઠળ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિશાળ કટ આઉટ, જાહેરાત બેનર વગેરે મુકવા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જેને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓકે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) ડી.એ. થી મળેલી સત્તાની રૂએ વલસાડની હકુમત હેઠળના સમગ્ર જિલ્લાના વિસ્તારમાં જાહેર માર્ગોની બાજુમાં પોસ્ટરો, કટ આઉટ કે બેનરો લગાવવા અંગે નિયંત્રણ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેર માર્ગોની બન્ને બાજુ વાહન વ્યવહારથી ધમધમતા રસ્તા, શેરીઓ, નાકા, જાહેર માલિકીના મકાનો વિગેરે ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો, રાજકીય આગેવાનોના કટ આઉટ વગેરે ઊભા કરવામાં આવે છે અને પ્રદર્શિત કરવામા આવે છે. એવી જ રીતે તેમાં સરકારી અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના મકાનો કે વિજળી અને ટેલીફોનના થાંભલા જેવી સરકારી મિલકતો સહિત તમામ પ્રકારની જગ્યાએ વિશાળ મકાનો, દરવાજા, જાહેરાત પાટીયા, બેનર, ધજા પતાકા, ભીંત ચિત્રો વિગેરે ઉભા કરે છે અથવા મુકે છે. જેના કારણે ટ્રાકિફની સમસ્યા ઉભી થવા સંભવ છે. રાહદારીઓ માટે અસલામતી વધે છે તેમજ જાહેર રસ્તાઓ અથવા સાર્વજનિક જગ્યાઓનો અયોગ્ય રીતે ઉપયોગ થવા પણ સંભવ છે તેથી આ માટેની જરૂરી કાર્યવાહી કરવાની જરૂર જણાય છે. તેથી નીચે મુજબના કાર્યો કરવા ઉપર પ્રતિબંધ અને નિયંત્રણ મુકવામાં આવે છે.

કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અથવા બોર્ડ, નિગમો, પચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા જગ્યાઓ સરકારી કચેરી, નગરપાલિકા, પંચાયતો અથવા સરકારી બોર્ડ નિગમ હસ્તકની જગ્યાઓ પર સમાચાર, બોર્ડ અથવા જાહેર નોટિસ ન હોય એવા કોઈ પણ પ્રકારના કટ આઉટ, જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકાશે નહી કે દિવાલો ઉપર ચિત્રો દોરાવી શકાશે નહી કે કમાનો દરવાજા વગેરે ઉભા કરી શકાશે નહીં. કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યક્તિઓ દ્વારા કોઈ પણ ખાનગી મિલકત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે તે જગ્યાના માલિકની પુર્વ મંજૂરી વગર મુકી શકાશે નહી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande