સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે બેઠક કરીને રેલીનું આયોજન, વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપશ ગ્રહણ કર્યા
પાટણ,28 માર્ચ (હિ.સ.) મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદ
સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન


સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન


સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન


સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન


સાંતલપુરમાં મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન


પાટણ,28 માર્ચ (હિ.સ.) મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.લોકશાહીનાં આ અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આગામી 07 મે,2024 ના મતદાન થવાનું છે ત્યારે મતદાન જાગૃતિના ભાગરૂપે પાટણ જિલ્લામાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના વિવિધ ગામોમાં મતદાન જાગૃતિનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તો આઇ.ટી.આઇ રાજપુર પાટણ ખાતે રોજગાર કચેરી પાટણ અને નોડલ આઈ.ટી.આઈ ના નેતૃત્વ હેઠળ ITI રાજપુરના વિદ્યાર્થીઓએ મતદાન અચુક કરવા માટેના શપશ ગ્રહણ કર્યા હતા.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદ્રા અને દૈસર ગામે મતદાન જાગૃતિ માટે માતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓને મતદાનના દિવસે દરેક કામ મુકીને અવશ્ય મતદાન કરવા માટે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ કિશોરીઓ દ્વારા આંગણવાડી વિસ્તારના ફળિયામાં રેલી કાઢીને સુત્રોચાર સાથે લોકોને મતદાન કરવા માટે પ્રરીત કરવામાં આવ્યાં હતા. કિશોરીઓ દ્વારા ‘મારો મત મારૂ ભવિષ્ય’, ‘મત બદલતા હે વક્ત’, ‘તમારૂ મતદાન લોકતંત્રનો છે પ્રાણ’, વગેરે સ્લોગનોના બેનર હાથમાં લઈને સુત્રોચાર કરીને રેલી દ્વારા લોકોને મતદાન અવશ્ય કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લાના આઇ.ટી.આઇ રાજપુર પાટણ ખાતે રોજગાર કચેરી પાટણ અને નોડલ આઈ.ટી.આઈ ના નેતૃત્વ હેઠળ ITI રાજપુરના વિદ્યાર્થીઓએ મતદાન અચુક કરવા માટેના શપશ ગ્રહણ કર્યા હતા. આઈટીઆઈના વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓએ અચુક મતદાન કરવા અને કરાવવા માટેના શપશ લીધા હતા.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande