ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં, વિવિધ સ્પર્ધાઓ યોજી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું
- શાળાના છાત્રોએ ચિત્ર સ્પર્ધા, પોસ્ટર્સ, બેનર્સ અને નિબંધ સ્પર્ધાથી લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી
ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં, વિવિધ સ્પર્ધાઓ યોજી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

- શાળાના છાત્રોએ ચિત્ર સ્પર્ધા, પોસ્ટર્સ, બેનર્સ અને નિબંધ સ્પર્ધાથી લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી

ભરૂચ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.) આગામી 7 મે,2024ના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાની શ્રવણ વિધાભવન-અંકલેશ્વર ધ્વારા લોકશાહી મારા મતે તે વિષય પર ચિત્ર તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ભરૂચ શહેરની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે પણ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.ચિત્ર સ્પર્ધામાં મારો મત- મારો અધિકાર જેવા સ્લોગન સહીત વિવિધ સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન કરવા પ્રેરણા આપી હતી. આ સ્પર્ધા થકી મતદાન, સ્વીપ, ઈ.વી.એમ.સહિતની મતદાનલક્ષી તમામ માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ આભિયાનમાં શ્રવણ વિધાભવન-અંકલેશ્વર અને સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ,ભરૂચના શિક્ષકશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/

 rajesh pande