કાલાવડમાં ભાજપના ઉમેદવાર ના પ્રચાર પ્રસાર દરમિયાન રાજપુત સમાજે વિરોધ કરતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી
જામનગર,27 એપ્રિલ (હિં.સ.) રાજપૂત સમાજના ઠેર ઠેર ભાજપ સામેના વિરોધના ભણકારા જામનગર જિલ્લામાં પણ વાગવ
કાલાવડમાં ભાજપના ઉમેદવાર ના પ્રચાર પ્રસાર દરમિયાન રાજપુત સમાજે વિરોધ કરતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી


કાલાવડમાં ભાજપના ઉમેદવાર ના પ્રચાર પ્રસાર દરમિયાન રાજપુત સમાજે વિરોધ કરતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી


જામનગર,27 એપ્રિલ (હિં.સ.) રાજપૂત સમાજના ઠેર ઠેર ભાજપ સામેના વિરોધના ભણકારા જામનગર જિલ્લામાં પણ વાગવા લાગ્યા છે. જામનગર જિલ્લામાં 26 એપ્રિલે જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં પ્રચાર પ્રસાર દરમ્યાન ભાજપના ઉમેદવારનો ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ વ્યક્ત કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.

જામનગર જિલ્લામાં આવેલ કાલાવડ તાલુકા મથકે 26 એપ્રિલના શુક્રવારે રાત્રે ક્ષત્રિય સમાજના યુવાનોની ભાજપ સામે રોષ ની આગ ભભૂકી ઉઠી હતી. અને જામનગર લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવારના પ્રચાર પ્રસાર દરમિયાન જ જય ભવાની ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન થતા પોલીસ પણ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / કિંજલ કારસરીયા/હર્ષ શાહ


 rajesh pande