ધરમપુર: ગુજરાતમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં, જ્યારે જ્યારે મોટા આંદોલન થયા ત્યારે આદિવાસીઓ આગળ આવ્યા
વલસાડ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીના બે ચરણ પૂર્ણ થઈ ગઈ . હવે 7 મે,
Priyanka Gandhi to campaign in Dharampur Gujarat 


વલસાડ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણીના બે ચરણ પૂર્ણ થઈ ગઈ . હવે 7 મે,2024 ના દિવસે તરજ ચરણમાં ગુજરાતની બધી 26 લોકસભાની સીટ ઉપર મતદાન થવાનું છે. દેશમાં લોકોસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ લોકસભા બેઠક ઉપર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યાં છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાથી તેઓ બાય રોડ ધરમપુરમાં આવ્યાં હતા.

કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી એ જણાવ્યું કે એક તીર, એક કમાન..,આદિવાસી એક સમાનથી સંબોધન શરૂ તમે લોકો મારાથી દૂર બેઠા છો પણ મારા દિલથી નજીક છો. લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં રાજકીય રંગ જામ્યો છે. જેને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવારો પ્રચારમાં જોડાયા છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરના દરબાર ગઢમાં આજે મતદારોને સંબોધન કરવા અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા આવી રહ્યા છે. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોટી સંખ્યામાં કાર્યકરો પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરશે

પ્રિયંકા ગાંધીનો વલસાડ જિલ્લામાં પ્રથમ પ્રવાસ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પ્રિયંકા ગાંધીના સ્વાગતની તૈયારીમાં જોતરાય ગયા છે. પ્રિયંકા ગાંધીમાં સ્વ. ઇન્દિરા ગાંધીની પ્રતિકૃતિ દેખાતી હોવાથી વલસાડ લોકસભા બેઠકમાં આવતા વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને વાંસદા અને ડાંગ વિધાનસભા બેઠક ઉપરથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો મતદારો જંગી સભામાં પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande