મતદાન જાગૃતિ માટે ભગવાન મહાવીર યુનિ.થી શ્રી શ્યામમંદિર સુધી 500 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાઇકલ રેલી યોજાઇ
સુરત,28 માર્ચ (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અભિયાન અંતર
મતદાન જાગૃતિ માટે ભગવાન મહાવીર યુનિ.થી શ્રી શ્યામમંદિર સુધી 500 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાઇકલ રેલી યોજાઇ


સુરત,28 માર્ચ (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એન.એસ.એસ.(NSSના) સહયોગથી વેસુ ખાતે ભગવાન મહાવીર યુનિવર્સિટીથી શ્યામમંદિર સુધી 500 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર ધ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે હેતુથી મોટરસાયકલ રેલી સહિત ભગવાન મહાવીર યુનિ.ના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટેની રંગોળી અને હ્યુમન ચેઇન પણ બનાવવામાં આવી હતી. સાથે જ યુનિવર્સિટીના યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડમાં ફોટો શેસન દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ.દિલીપ પટેલ,રજીસ્ટ્રાર ડૉ.વિજય માતાવાલા, આસી.રજીસ્ટ્રાર નિતીન પટેલ, NSS કોર્ડિનેટર ડો.સ્નેહલ વાઘેલા અને NSS વિભાગના વિવિધ પ્રોગ્રામ ઓફિસર, આસી.મ્યુનિ.કમિશ્નર અને નોડલ ઓફિસર(સ્વિપ) અજય ભટ્ટ, ઇલેક્શન અને સેન્સસ વિભાગના સ્પેશ્યલ ઓફિસર રાકેશ મોદી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને નોડલ ઓફિસર(સ્વિપ-ગ્રામ્ય) નરેન્દ્ર વસાવા તથા મોટી સંખ્યામાં યુનિ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande