રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટની શક્યતા,અમદાવાદમાં રાત્રે સામાન્ય કરતા 4.5 ડિગ્રી તાપમાન વધ્યું
અમદાવાદ,29 માર્ચ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં પણ ડ્રાય રહેવાની સંભાવ
heat vave 


અમદાવાદ,29 માર્ચ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં પણ ડ્રાય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનું અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. ગઈકાલે રાત્રે પણ અમદાવાદમાં રેકોર્ડ થયો હતો. જેમાં રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાન કરતા 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધીને 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આગામી બે દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજ અને ગરમીના કારણે અકળામણ અનુભવાઈ શકે છે. હાલ ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

હવામાન વિભાગ દ્વારા દરરોજ રાજ્યભરના તાપમાનને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આજરોજ કેટલાક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વોર્મ નાઈટ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન યથાવત્ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન મહત્તમ તાપમાન રહેવાની સાથે સામાન્ય કરતાં ચાર ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ આગામી ત્રણ દિવસ લોકો ગરમ પવનનો માર સહન કરવો પડશે. પવનની ગતિ પણ સામાન્ય રહેવાની શક્યતાઓ છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 44 લોકોને હીટવેવની અસર થતા સારવાર આપવામાં આવી છે.

વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર પણ સજાગ બન્યું છે. છેલ્લા 48 કલાકમાં હીટવેવના કારણે રાજકોટ સહિત જિલ્લામાં 44 લોકોને 108 મારફત સારવાર આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ એલર્ટ ઉપર મોકલવામાં આવી છે અને જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને સજ્જ કરી દેવાની સુચન કર્યું છે.

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, હાલમાં રાજસ્થાન આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. આથી આગામી કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી જેટલુ ઘટ્યું છે. પરંતુ ચોથા અને પાંચમા દિવસે ફરીથી બે ડિગ્રી જેટલુ તાપમાન વધતા ફરી એકવાર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરવો પડશે.

રાત્રે અમદાવાદમાં ગરમીનો રેકોર્ડ થયો

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આજે ગુજરાતના ચાર જિલ્લાઓ બનાસકાંઠા, અમદાવાદ, આણંદ અને વડોદરામાં વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ ત્રણ દિવસ સુધી બફારાનો અનુભવ થશે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો સૌથી વધુ અમરેલીમાં 40.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

લોકો ઉનાળાના આકરા બપોરના ધોમધખતા તાપમાં પોતાની જાતનું રક્ષણ કરી શકે અને પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે 108 દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં જણાવ્યું હતું કે, સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું જોઈએ. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ, સગર્ભા માતા અને નવજાત શિશુને લૂ ન લાગે એવી કાળજી રાખવી જોઈએ.

ગરમીની પણ અસર દેખાય તો નજીકની હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લૂ લાગવાના ચિન્હો જણાય તો તુરંત જ 108ને મદદ માટે કોલ કરવો જોઈએ. જે વ્યક્તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવો જોઈએ. લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને અંડર આર્મ્સના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્ણતામાન તુરંત જ નીચું લાવી શકાય છે. શ્રમિકો જો તડકામાં કામ કરતાં હોય તો દર બે કલાકે છાંયડામાં 15થી 20 મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ખુલ્લો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જેથી ઊલટી જેવી બીમારીથી બચી શકાય.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande