આવકવેરા વિભાગની નોટિસ પર, કોંગ્રેસ પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) કોંગ્રેસ પાર્ટીને મળેલી આવકવેરાની નોટિસ સામે પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્ર
નગીદ્પ


નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) કોંગ્રેસ પાર્ટીને મળેલી આવકવેરાની નોટિસ સામે પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. શુક્રવારે, કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે, તમામ રાજ્ય એકમોને આ મુદ્દે શનિવારે તમામ રાજ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના મુખ્યાલયમાં પ્રદર્શન કરવાનો નિર્દેશ આપ્યો છે.

કેસી વેણુગોપાલે એક પત્ર જારી કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે,” હવે જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાતને એક મહિનો થઈ ગયો છે, ત્યારે આવકવેરા વિભાગે ગુરુવારે 1823.08 કરોડ રૂપિયાની નોટિસ મોકલી છે, જે સ્વીકાર્ય નથી.”

વેણુગોપાલે પત્રમાં એમ પણ કહ્યું છે કે,” આની પહેલા આવકવેરા વિભાગ દ્વારા, કોંગ્રેસ પાર્ટીના ખાતામાંથી, 125 કરોડ રૂપિયા બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું કે,” આવકવેરા વિભાગ આઠ વર્ષ જૂના આવકવેરા રિટર્નના આધારે, દંડ લાદી રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે.”

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / દધીબલ / માધવી


 rajesh pande