સુરત પાલિકાના અઠવા અને લિંબાયત ઝોનમાં ફાયર સેફ્ટી વિનાના શોપિંગ સેન્ટર અને ગુરુકુળ સીલ કરાયા
સુરત,29 માર્ચ (હિ.સ.) પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા મહારાણા પ્રતાપ ચોકમાં આવેલા રાજ એમ્પાયર અને દ
સુરત પાલિકાના અઠવા અને લિંબાયત ઝોનમાં ફાયર સેફ્ટી વિનાના શોપિંગ સેન્ટર અને ગુરુકુળ સીલ કરાયા


સુરત,29 માર્ચ (હિ.સ.) પાલિકાના લિંબાયત ઝોનમાં ગોડદરા મહારાણા પ્રતાપ ચોકમાં આવેલા રાજ એમ્પાયર અને દેવધ રોડ પર આવેલા માધવ શોપીંગ સેન્ટરમાં ફાયર સેફ્ટી ન હોવાથી પાલિકાના ફાયર વિભાગે આ બન્ને મિલ્કતો સીલ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાના અઠવા ઝોનમાં હેમચંદ્ર ગુરુકુલમ, સંસ્કૃત પાઠશાળા જે આગમ શોપીંગ સેન્ટર વેસુ ખાતે આવી છે. આ પાઠશાળાના સંચાલકોને ઈમરજન્સી એક્ઝીટ માટે બે વખત નોટિસ આપ્યા બાદ ફાયર એન.ઓ.સી. માટે જણાવાયું હતું. પરંતુ સંચાલકો દ્વારા લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો ખુલાસો કરવામા આવ્યો ન હતો જેના કારણે આજે આ મિલ્કતો પણ સીલ કરવામા આવી છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં ફાયર સેફ્ટી વિનાની અન્ય મિલ્કતો સામે પણ થશે કાર્યવાહી કરવા ફાયર વિભાગે કવાયત શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande